Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

આફ્રિકાના ઈથોપિયાથી આવેલા બે દોડવીરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

વિજેતાઓને રૂ. ૧.૧૦ લાખના રોકડ પુરસ્કારો આપી નવાજવામાં આવ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૭: ધરમપુરના પ્રખ્યાત પર્યટન સ્થળ વિલ્સન હિલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડના સહયોગથી ગુજરાતની પ્રથમ મોન્સૂન હિલ હાફ મેરેથોન – વિલ્સન હિલ હાફ મેરેથોન યોજાઈ હતી.
આ મેરેથોનમાં ૭૦૦ જેટલાં દોડવીરોએ અનુક્રમે ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧ કિમીની દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનથી દોડવીરો આવ્યા હતાં. આ મેરેથોનનું આયોજન આંખના દર્દીઓના લાભાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં ૨૧ કિમી તથા ૧૦ કિમીની મેરેથોન પૂર્ણ કરનાર પુરુષ અને મહિલા વિભાગના દોડવીરોને કુલ રૂપિયા ૧ લાખ ૧૦ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. આ મેરેથોનમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત અમરજીત ચાવલા અને એવરેસ્ટર નિશા કુમારી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતાં.
આ મેરેથોનમાં ભાગ લેવા માટે ખાસ આફ્રિકાના ઈથોપિયાથી બે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો પણ આવ્યા હતાં અને તેઓ અનુક્રમે ૧૦ કિમી અને ૨૧ કિમીની સ્પર્ધામાં દોડ્યા હતાં. ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિર તથા લાયન્સ કલબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. દિપક પખાલે, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવૅર્નર લા. પરેશ પટેલ તેમજ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવૅર્નર લા. મોના દેસાઈએ મેરેથોનને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.
લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટની સમગ્ર ટીમ તથા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડની સમગ્ર ટીમે મેરેથોનને સફળ તથા સાર્થક બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રેસિડેન્ટ લા. અજયસિંહ દોડીઆ, સેક્રેટરી લા. પારસ ભટ્ટ, ટ્રેઝરેર લા. હિમાંશુ મિસ્ત્રી. તથા લા. પ્રિયાંક પટેલ અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ઓફ વલસાડની ટીમમાંથી નરેશ નાયક, ત્રિદીપ પટેલ, ચિંતન પટેલ, કીર્તન પટેલ, વિમલ દેસાઈ, ભગીરથ પટેલ અને સમગ્ર ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

Leave a Comment