Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

બલીઠાનો જંત્રી દર રહેણાંક 3780, વાણિજ્‍ય 3780 અને ઈન્‍ડસ્‍ટ્રીઝ 3780 રૂા.એક સમાન છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ગુજરાત સરકારે ગત એપ્રિલે સમગ્ર રાજ્‍યમાં નવા જંત્રી દરો લાગુ કરેલા છે. તે મુજબ વાપી વિસ્‍તાર ગ્રામ્‍યના પણ નવા જંત્રી તા.13-4-23 થી લાગું થઈ ગયેલા છે. તેમાં સૌથી વધારે બલીઠામાં જંત્રી દર 3780 છે જ્‍યારે સૌથી ઓછો જંત્રી દર કુંતામાં 600 રૂા. છે. જો કે વાણિજ્‍ય દર 744 રૂા. અને ઔદ્યોગિક 640 રૂા.
વાપી ગ્રામ્‍ય વિસ્‍તારમાં નવા અમલમાં આવેલા જંત્રી દરમાં બલીઠામાં રહેઠાણ, વાણિજ્‍ય અને ઔદ્યોગિક સૌથી વધુ અને એક સમાન 3780 રૂા. છે. ચણોદમાં રહેણાંક 1576, વાણિજ્‍ય 3152, ઈન્‍ડસ્‍ટ્રીઝ 2364, છીરીમાં રહેણાંક 946, વાણિજ્‍ય 1150, ઈન્‍ડસ્‍ટ્રીઝ 710 રૂા. છરવાડા 1576 રહેણાંક, વાણિજ્‍ય અને ઈન્‍ડ. એક સમાન દર છે. કુંતા રહેણાંક 600, વાણિજ્‍ય 744, ઔદ્યોગિક 640 રૂા., લવાછા રહેમાંક 970, વાણિજ્‍ય 1180 અને ઈન્‍ડસ્‍ટ્રીઝ1455, મોરાઈ 1576 રહેઠાણ, 1820 વાણિજ્‍ય અને 1770 ઔદ્યોગિક, રાતામાં રહેણાંક 630, વાણિજ્‍ય 920 તથા ઔદ્યોગિક 766, તે પ્રમાણે સલવાવમાં રહેણાંક 1260, વાણિજ્‍ય-ઔદ્યોગિક સમાન દર છે. વાપી ઈન્‍ડ. ફલેટ 6000, વાણિજ્‍ય 9000 અને ઈન્‍ડ 4200 રૂા. જ્‍યારે નામધા રહેણાંક 630, વાણિજ્‍ય 1260 અને ઈન્‍ડ. 945 રૂા.ના નવા જંત્રી દરો લાગું થયા છે.

Related posts

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment