(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ વાંસદા હસ્તકના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી રોડ કિ.મી. 5/8 થી 0/6 ની ચેઈનેજમાં પુલ આવેલો છે. જે પુલ નબળો હોવાથી આ રસ્તા પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવરર્ઝન આપવો જરૂરી હોવાથી નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ સમય દરમિયાન વાહનોની અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે કુરેલીયાથી ધરમપુરી જવા માટે કુરેલીયા-બારતાડ અને કુરેલીયા-ચીકારપાડા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ભીનારથી ધરમપુરી જવા માટે ભીનાર બારતાડ રોડ અને બારતાડ-કેળકચ્છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ઉનાઈથી ધરમપુરી જવા માટે ઉનાઈ-બારતાડ રોડઅને બારતાડ કેળકચ્છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ધરમપુરીથી વાંસદા જવા માટે ધરમપુરી-સરા રોડ અને મોટી ભમતી-સરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.