Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

ગુજરાતી મીડિયમની સ્‍કૂલ હોવાથી બાળકો ઘટી રહ્યા હોવાનો મેનેજમેન્‍ટનો સૂર : વાલીઓ વધુ ફી આપવા તૈયાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી ચલા રોડ ઉપર આવેલ જ્ઞાનદીપ સ્‍કૂલ નવા શૈક્ષણિક સત્રથી બંધ કરવા મેનેજમેન્‍ટ લીધેલા નિર્ણય સામે શનિવારે સ્‍કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઈને સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયને વખોડી કાઢી જોરદાર વિરોધ કર્યો હતો.
વાપી લેડીઝ ફ્રેન્‍ડ કલબ દ્વારા સંચાલિત જ્ઞાનદીપ ગુજરાતી મીડિયમની સ્‍કૂલ નવા શૈક્ષણિક સત્રથી બંધ કરી દેવાનો નિર્ણય મેનેજમેન્‍ટે લઇ લીધો છે તેથી બાળકો અને વાલીઓ શનિવારે સ્‍કૂલમાં ધસી જઈને મેનેજમેન્‍ટ સામે વિરોધ કરી દબાણ કર્યુ હતું કે સ્‍કૂલ બંધ કરશો તો અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય અંધકારમય બની જશે.
હાલ શાળામાં ર08 બાળકો ભણે છે. વાલીઓએ વધુમાં જણાવ્‍યું હતું કે સ્‍કૂલ ફીમાં વધારો કરે અમે આપવા તૈયાર છીએ પરંતુ સ્‍કૂલ બંધ ના કરો. બીજી તરફ મેનેજમેન્‍ટનું કહેવું છે કે ગુજરાતી મીડિયમ હોવાથી બાળકો ઓછા થઈ રહ્યા છે. તેથી નિર્ણય લેવો પડયો છે. આંતરિક સુત્રો મુજબ આ સ્‍કૂલને ઈંગ્‍લિશ મીડિયમમાં કન્‍વર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ ચલા રોડ ટચની કિંમતી જમીન ઉપર કોમર્શિયલ વેપલો કરવાનો તખ્‍તોહોવાનું કહેવાય છે. પરંતુ હાલ તો સ્‍કૂલના બાળકોનું ભવિષ્‍ય અંધકારમય બનવા તરફ જઈ રહ્યું છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment