October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈદેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં તા.4 થી 12 જુલાઈ 2023 દરમ્‍યાન જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. રોજ અલગ અલગ ક્ષેત્રોના બે તજજ્ઞોને આમંત્રણ આપી તેમની સફળતાની સફરની વાત કરવામાં આવે છે અને ત્‍યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સવાલ જવાબ સાથે ચર્ચા કરવામાં આવે છે.
આજરોજ તા.4 જુલાઈના રોજ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ દીપિકા ગુટગુટિયાએ પોતાના અભ્‍યાસની સાથે વિવિધ કારકિર્દીની તકની વાતો કરી હતી. આ ઉપરાંત શેતલ ગોંસાઈ દ્વારા એન્‍જિનિયર કારકિર્દીથી ટ્રેનર સુધીની સફરની ચર્ચા કરી સફળતા મેળવવા માટેની વિવિધ પ્રક્રિયાની વાતો કરી હતી. સ્‍વાગત વિધિ કોલેજનાં પ્રાધ્‍યાપિકા ડો. પૂનમ ખમાર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન કોલેજની વિદ્યાર્થિની શિવાંગી ચોબે અને તનીશી નંદા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં વિધાનસભામાં મળેલા વિજયની કરાયેલી ઉજવણી

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

Leave a Comment