December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.20: ચીખલી ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ અને સ્‍પીકરવાળી રિક્ષા ગામમાં ફેરવી સ્‍વચ્‍છતા તથા પાણી બાબતે નિયમોનું પાલન ન કરનારા સામે શિક્ષાત્‍મક પગલા લેવાની ચેતવણી આપવામાં આવી છે.
હાલે નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા સ્‍વચ્‍છતા નવસારી જવાબદારી અમારી અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ઘરનો કે દુકાનનો કચરો કચરા પેટીમાં રાખે અને ગ્રામ પંચાયતનું વાહન આવે ત્‍યારે તેમાં કચરો આપી તેનો નિકાલ કરે અને જાહેર જગ્‍યા પર કચરો નાંખતા કોઈ ગ્રામવાસી માલુમ પડશે તો તેના પર શિક્ષાત્‍મક કાર્યવાહી કરી પંચાયત દ્વારા દંડ વસુલવામાં આવશે.
આ ઉપરાંત નલ સે જલ યોજનાથી તમામને પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ચકાસણી કરતા ઘણા બધાના ઘરોમાં ગ્રામ પંચાયતના નળ કનેક્‍શનમાં મોટરો જોડેલ છે. આવા સંજોગોમાં અમુક વિસ્‍તારમાં પાણી પહોંચતું નથી. આ ઉપરાંત રસ્‍તા પર પાણી છાંટી વાહનો ધોવામાં ઉપયોગ કરી પાણીનો દૂર ઉપયોગ કરવામાં આવી રહેલ હોવાનું પણ ધ્‍યાનમાં આવેલ છે. આ સમગ્ર બાબતે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ચલાવી ગ્રામ પંચાયતના નળ કનેક્‍શન સાથે મોટર જોડેલી હોવાનું માલુમ પડશે તો તે વ્‍યક્‍તિની મોટર જપ્ત કરી તેનાઘરનું નળ જોડાણ અને ભૂગર્ભ ગટરનું જોડાણ કાપી નાંખવામાં આવશે.
ચીખલી ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટીસ પાઠવવા ઉપરાંત ગામમાં લાઉડ સ્‍પીકર વાળી રીક્ષા ફેરવી સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

નિયમોનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી કરાશેઃ સરપંચ
સરપંચ વિરલભાઈના જણાવ્‍યાનુસાર ગામમાં સ્‍વચ્‍છતા અને પાણીના દૂર ઉપયોગ, વેડફાટ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કડક વલણ અપનાવી નિયમોનું પાલન ન કરનાર સામે શિક્ષાત્‍મક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા આયોજીત નિર્માણ દિવસ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું સમાપન

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

Leave a Comment