વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકારને વાયદાઓની સરકાર બતાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: આગામી સમયમાં લોકસભાની ચૂંટણીના દસ્તક પડી રહ્યા છે ત્યારે ચૂંટણીની પૂર્વ તૈયારીઓ વલસાડ જિલ્લા કોંગ્રેસે શરૂ કરી દીધી છે. કપરાડાના બાલચોંડી ગામે કાર્યકરોનુંસંમેલન યોજાયું. પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા અમીત ચાવડાએ ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં વલસાડની બેઠક કોંગ્રેસ જીતશે અને સરકાર કોંગ્રેસની બનશે એ નક્કી છે. આગામી 10 તારીખે રાહુલ ગાંધીની દેશ જોડો યાત્રા વ્યારા, બારડોલીમાં આવવાની છે ત્યારે તમામ કાર્યકરોએ જોડાવવાનું તેમણે આહવાન આપ્યું હતું. કેન્દ્રની ભાજપ સરકારને તેમણે વાયદાઓની સરકાર છે, ખેડૂતો, યુવાનો, મહિલાઓની સ્થિતિ દયનીય બની ચૂકી છે. દમણથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવા મીડિયાના સવાલનો જવાબ આફતા તેમણે જણાવ્યું હતું કે, રાહુલ અને પ્રિયંકાની લોકપ્રિયતા એટલી બધી છે કે દરેક વિસ્તારમાંથી ચૂંટણી માટે લોકો આવકારી રહ્યા છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ જ્યાંની ટિકિટ આપશે ત્યાંથી પ્રિયંકા અને રાહુલ ચૂંટણી લડશે તેવો ગોળગોળ જવાબ આપ્યો હતો.