October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ અને બાળકોના વિરૂદ્ધ ગુનાની તપાસ અને રોકથામ માટે અપનાવેલી ‘નો ટોલરન્‍સ’ નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળનેતૃત્‍વમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસ અને રોકથામમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે દેશમાં ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં ચાલી રહેલા સર્વે મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ પોલીસના પ્રયાસોને ધ્‍યાનમાં રાખીને, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઉકેલવાના પરિમાણોમાં 98.30 ટકા (તપાસ પૂર્ણ અને ચાર્જશીટ દાખલ) મેળવીને પ્રથમ સ્‍થાન હાંસલ કર્યું છે. ITSSO(જાતીય ગુનાઓ માટે તપાસ ટ્રેકિંગ સિસ્‍ટમ) પોર્ટલ મુજબ 83.4 ટકા અનુપાલન દર (જ્‍યાં તપાસ પૂર્ણ થાય છે અને 02 મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે) હાંસલ કરવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં ફોજદારી કાયદો (સુધારો), 2018 અધિનિયમ પસાર કરવામાં આવ્‍યો હતો અને મહિલાઓ અને બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે તેમની સામે આચરવામાં આવેલા ગુનાઓની સજામાં ગંભીર વધારો કરવામાં આવ્‍યો હતો.
ઉપરોક્‍ત સુધારા મુજબ, બળાત્‍કાર અને પોક્‍સો કાયદા હેઠળના ગુનાઓની તપાસ 02 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. આ સુધારો બાળકો અને મહિલાઓસામેના ગુનાઓ અટકાવવા અને તપાસ અને ટ્રાયલ સમયસર પૂર્ણ કરવા પ્રત્‍યે સરકારની સંવેદનશીલતા અને પ્રામાણિકતા દર્શાવે છે.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે ઉપરોક્‍ત સુધારા સાથે કાયદાનો સંપૂર્ણ અમલ કર્યો છે.

Related posts

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

vartmanpravah

Leave a Comment