Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

પૂર્વ સરપંચ રમણભાઈ હળપતિ અને આ વખતે સભ્‍ય તરીકેના ઉમેદવાર હતા ગત તા.16/12/2021ના રોજ વાપી બાદ ગુમ થઈ ગયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
વાપી નજીક આવેલ દેગામમાં રહેતા અને પંચાયત ચૂંટણીમાં સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહેલા તેમજ પૂર્વ સરપંચ એવા રમણભાઈ હળપતિ છેલ્લા પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગુમ થઈ ગયા હોવાથી સરપંચની ચૂંટણી લડી રહેલ પત્‍ની અને પરિવાર ઉપર આફત આવી પડયાની સ્‍થિતિમાં મુકાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી પાસે આવેલ દેગામ ગામે રહેતા રમણભાઈ હળપતિ આ વખતે પંચાયતની ચૂંટણીમાં વોર્ડ સભ્‍યની ચૂંટણી લડી રહ્યા હતા. ગત તા. 16ને ગુરુવારે કોઈ કામ હેતુ તેઓ ઘરેથી વાપી જવા નિકળ્‍યા હતા. પરત આવતા જમાઈ કરવડ સુધી મુકી ગયા હતા. ત્‍યાર પછી તેઓ આજદિન સુધી ઘરે પહોંચ્‍યા નથી. અચાનક ચૂંટણી માહોલ વચ્‍ચે રહસ્‍યમ રીતે અચાનક ગુમ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે દેગામ પંચાયતની તાજેતરની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક હોવાથી તેમના પત્‍ની સવિતાબેન હળપતિ પણ સરપંચ પદે ચૂંટણી લડયા છે. તેમની પૂત્રી પણ વોર્ડ સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહી છે. એવા સંજોગો વચ્‍ચે ભેદી રીતેરમણભાઈનું અચાનક ગુમ થવું એ ઘટનાએ પરિવારને હચમચાવી મુક્‍યો છે.
હાલ તો પરિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાણવા જોગ એન્‍ટ્રી પાડી આગળની તપાસ કરી રહી છે. ઘટનાની પાછળ સ્‍થાનિક રાજકરણ તો જવાબદાર નથીને તેવી ચર્ચાઓ પણ ગામમાં ચાલી રહી છે. પરિવાર પાંચ દિવસથી ખાતો-પિતો નથી, ચિંતામાં ડૂબી ગયો છે.

Related posts

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

Leave a Comment