વલસાડઃ૦૨: વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના તમામ તાલુકાઓના તમામ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી માટે તબીબીઅધીકારી, ફાર્માસીસ્ટ એ.એન.એમ. સાથેના ૩૦ આર.બી.એસ.કે. વાહનોને ધનવંતરી રથ તરીકે તા ૧૦-૧૨-૨૧ થી કાર્યરત કરવામાં આવ્યા છે. તા-૦૧-૦૨-૨૨ના રોજ ધનવંતરી રથની ટીમોએ ૧૦૨૨ ઘરોમાં ૫૦૫ર વ્યક્તિઓનો સર્વે કર્યો હતો. જિલ્લાની વિવિધ ૧૨૬ સાઇટો ઉપર જઇ ૨૪૦૯ વ્યક્તિઓને સ્થળ પર જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી હતી. તાવના ૭ અને ડાયાબીટીસના ૭૫ કેસો મળી આવ્યા હતા. કોરોનાના કરેલા ૯૬ એન્ટીજન્ટ ટેસ્ટમાંથી ૧ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત ૨૮૭ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટીમોએ તા.૧૦/૧૨/૨૧થી આજદિન સુધી ૨૩,૧૧૨ ઘરોમાં ૯૮,૩૪૨ વ્યક્તિઓનો સર્વે કર્યો છે. આ ઉપરાંત જિલ્લાની વિવિધ ૨૭૦૮ સાઇટો ઉપર જઇ ૬૬,૬૯૫ વ્યક્તિઓને સ્થળ પર જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી છે. જેમાં તાવના ૪૫૧ કેસો ડાયાબીટીસ ૨૦૫૬ કેસો મળી આવ્યા હતા. આ ટીમોએ કરેલા કોરોના ૩૩૨૦ એન્ટીજન્ટ ટેસ્ટમાંથી ૩૧ પોઝીટીવ આવ્યા હતા, જ્યારે ૮૫૭૦ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુમાં વલસાડ જિલ્લામાં તા ૧૮/૧૨/૨૧ થી વધુ ૯ વાહનો સંજીવની રથ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ ટીમો નક્કી કરેલા સ્થળો ઉપર જઇ જરૂરીયાતમંદોને જરૂરીયાત મુજબની સારવાર આપી રહી છે. તા.૧લી ફેબ્રુઆરીના રોજ સંજીવની રથ ટીમ દ્વારા ૧૭૭ હોમ આઇસોલેશન વ્યક્તિઓની ઘરે જઇ મુલાકાત લઇ ૪૦૯ વ્યક્તિઓની (હાઇરીસ્ક વિસ્તારના) તપાસ કરવામાં આવી હતી. છે. જેમાં ૨૨ શરદી ખાંસીના કેસો મળી આવતાં તમામને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સંજીવની રથ ટીમ દ્વારા તા.૧૮/૧૨/૨૧થી આજદિન સુધીમાં ૨૬૨૪ હોમ આઇસોલેશન વ્યક્તિઓની ઘરે જઇ મુલાકાત લેવાની સાથે ૫૧૦૨ વ્યક્તિઓની (હાઇરીસ્ક વિસ્તારના) તપાસ કરવામાં આવ્યા છે. જેમાં ૫૬૪ શરદી-ખાંસીના કેસો મળી આવ્યા હતા. આમ, વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથ સુંદર કામગીરી કરી રહયા છે.
વલસાડ કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધનવંતરી રથ અને સંજીવની રથનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.