સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: રાજ્ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ટેટની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને નોકરી નહી અપાતા આજે વલસાડ કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી નોકરી માટે બોરેજગાર બનેલા ઉમેદવારોએ માંગ કરી હતી.
ટેટની પરીક્ષા પાસ કરનારનેમેરીટના આધારે 11 માસના કોન્ટ્રાક્ટ હેઠળ જ્ઞાન સહાયકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેનુ પાલન નહી કરવામાં આવતા ટેટની પરીક્ષા પાસ કરેલ યુવાનોએ આવેદન પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરી છે. સરકારની જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્યો હતો.