Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: પ્રભાત સ્‍કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા ‘‘આર્ટ મેલા-ડ્રીમ્‍સ ઈન કલર્સ” અંતર્ગત આંતર સ્‍કૂલ કલા અને સર્જનાત્‍મક સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો. જેમાં ગૃપ-4 માં ધોરણ બારની વિદ્યાર્થીની ભૂમિ પટેલે છત્ર સજાવટમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. જ્‍યારે મહેક સોનગાવકર ધોરણ અગિયારની વિદ્યાર્થીનીએ ગ્‍લાસ પેઈન્‍ટિંગમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ગૃપ-2 માં ડ્રોઈંગ કોમ્‍પિટિશનમાં ધોરણ આઠની વિદ્યાર્થીની અર્પિતા શિશાંગિયા અને વિદ્યાર્થી કૌસ્‍તવ નાસ્‍કરે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. ગૃપ-1 માં ડ્રોઈંગ કોમ્‍પિટિશનમાં અસ્‍મી મહાકાલ ધોરણ ચારની વિદ્યાર્થીની દ્વિતીય સ્‍થાન અને આરાધ્‍યા વસાયા (ધો.4) તૃતિય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના મેનેજમેન્‍ટ આચાર્યાશ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓની ટીમને અને એમના માર્ગદર્શક શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

Related posts

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

Leave a Comment