April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

150 થી વધુ વિદ્યાર્થીઓ શાળાના ટ્રસ્‍ટીઓ તથા શિક્ષકો રહ્યા હાજર

પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ વિશે આપી વિસ્‍તૃત માહિતી: 17 મી જુલાઈ એટલે આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: રાષ્‍ટ્રીય અપરાધિક ન્‍યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાના પ્રયાસ રૂપે સંપૂર્ણ વિશ્વમાં 17મી જુલાઈના દિને આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયદિન તરીકે ઉજવવામાં આવે છે.
રોમની સંધિની વર્ષગાંઠ પણ આજ દિવસે આવતી હોય 17 મી જુલાઈનો દિવસ પસંદ કરવામાં આવ્‍યો છે.
આંતરરાષ્‍ટ્રીય અપરાધિક ન્‍યાયાલયને પ્રોત્‍સાહન આપવા માટે વિશ્વભરના લોકો આ દિવસની વિવિધઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ ઘટનાઓ અપરાધિક ઘટનાઓ જેવી કે જાતિ સંહાર, નરસંહાર, મહિલા અત્‍યાચારના ગંભીર ગુનાઓ વિગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્‍ટ્રીય સમાચાર માધ્‍યમો અને જૂથનું ધ્‍યાન આકર્ષે છે.
પારડી વકીલ મંડળ દ્વારા પણ આજના આ આંતરરાષ્‍ટ્રીય કાનૂન દિવસ નિમિત્તે સોઢલવાડા ખાતે આવેલ અશ્વમેઘ શાળા ખાતે 150 થી વધુ વિદ્યાર્થીઓ ટ્રસ્‍ટી મનોજભાઈ તથા શાળાના શિક્ષકો વગેરેઓને પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે આંતરરાષ્‍ટ્રીય કાનુની દિવસની સંપૂર્ણ માહિતી વિસ્‍તૃત રીતે આપી હતી.
આજના આ કાર્યક્રમમાં વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, સેક્રેટરી હિતેશ આર. પટેલ, લાઈબ્રેરીયન રોનક એમ. રાણા, અશ્વિન દેસાઈ, નીલ શેઠ, ભાર્ગવ પંડ્‍યા, નીરવ દેસાઈ, પ્રેરક પટેલ તથા કોર્ટ સ્‍ટાફ ધર્મેશભાઈ હાજર રહી આજના કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી

vartmanpravah

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

Leave a Comment