January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત ભાજપની પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે પણ ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાની જાણકારી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશ ટંડેલે કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની ઉપસ્‍થિતિમાં આપી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના જણાવ્‍યા પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ યોગ્‍ય સમયે નિર્ણય લેવાનાર હોવાની પણ માહિતી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દેશમાં લોકશાહી માળખાને વધુ સુદૃઢ કરવા માટે હંમેશા નવતર પ્રયોગો કરી રહ્યા છે અને નાના રાજ્‍યોનું ગઠન કરવું એ મોદી સરકારની પ્રાથમિકતા પણ રહી છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીના તર્જ ઉપર વિધાનસભા ગઠનની સંભાવના વધી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વાપીનગરપાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ માટે જાહેરનામુ પ્રસિધ્‍ધઃ 14 ડિસેમ્‍બરે ચૂંટણી યોજાશે

vartmanpravah

ખાણ ખનિજ ખાતાઍ માટી ખનન કરતા બે જેસીબી ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment