Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: દક્ષિણ ગુજરાત તથા મહારાષ્‍ટ્રમાં ખૂબ જ ધામધૂમ અને હર્ષઉલ્લાસથી દિવાસાના તહેવારને ઉજવવામાં આવે છે.
વર્ષોથી આદિવાસીઓનો કહેવાતો દિવાસો હવે દરેક જાતિ કે અમીર, ગરીબ સૌએ અપનાવી તમામ લોકો દિવાસાની ઉજવણી ખૂબ ધામધૂમથી કરે છે.
વર્ષોની પરંપરા મુજબ દિવાસાના દિવસે આદિવાસીઓ ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરી વરયાત્રા કાઢી એને નદીમાં પધરાવવાની પણ પરંપરા ચાલુ રાખી તેની ઉજવણી કરવામાંઆવે છે જ્‍યારે આનંદ-મસ્‍તી માટે ખૂબ પ્રચલિત ટપ્‍પા દાવની રમત ખૂબ મોજ-મસ્‍તીમાં ઉજવે છે.
આ ટપ્‍પી દાવની રમતમાં એક વ્‍યક્‍તિ હાથમાં નાળિયેર પકડી ઉભો રહે છે અને બીજો વ્‍યક્‍તિ પોતાના નાળિયેરથી સામેવાળાના હાથમાં પકડેલ નાળિયેર પર ટપ્‍પી મારે છે. જેનું નાળિયેર ફૂટી જાય તેણે સામેવાળાને નાળિયેર આપી દેવું પડે છે.
બજારના મુખ્‍ય સ્‍થળે કરિયાણાની દુકાન આગળ રમાતા આ ટપ્‍પી દાવને જોવા પણ લોકો ઉમટી પડે છે અને ફૂટેલા નાળિયેર ખૂબ ઓછી કિંમતે મળતા હોય ખરીદી કરી ઘરે જઈ કોપરાપાક કે ચટણી બનાવી મિજબાની કરતા હોય છે.
પારડીમાં પણ દિવાસાની ઉજવણી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. પારડી લીમડા ચોક પાસે આવેલ કરિયાણાની દુકાન પાસે ટપ્‍પી રમત રશિયાઓ ભેગા થઈ આ રમતની ઉજવણી ખૂબ આનંદ-મસ્‍તીથી કરી હતી.

Related posts

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

Leave a Comment