October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

ટાર્ગેટેડ આરોપીઓને નિશાન બનાવી તપાસ આગળ નહીં વધતા ગેરકાયદેસર નિર્માણ થયેલી દુકાનોને દસ્‍તાવેજથી ખરીદનારાઓને આરોપમુક્‍ત બની ગયા હોવાની થઈ રહેલી અનુભૂતિ પણ મિલકત ખરીદતા પહેલા ટાઈટલ ક્‍લિયર કરી લેવાની જવાબદારી કયા પક્ષની? હવે પ્રારંભમાં સવાલો ઊભા કરનારોઓ અને આરોપ મુકનાર સરકારી વિભાગ સામે પ્રજામાં ઉઠી રહેલા વેદક સવાલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાનું વિવાદિતસોળસુંબા બજાર પ્રકરણમાં આરોપ મુકનાર સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા તપાસમાં ઢીલી નીતિ અપનાવાય રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ બજાર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપૂતે પોલીસ તંત્રને આપેલી ફરિયાદને આધારે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ દાખલ થવા પામી હતી. તમામને હોદ્દા ઉપરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. પરંતુ બજાર પ્રકરણના મુદ્દે જો નિયમ વિરુદ્ધ થયું હોય તો આ ઘટના અહીં પૂર્ણ થતી નથી. જેમાં ફરિયાદી તરીકે તાલુકા વિકાસ અધિકારીએ સ્‍થળ મુલાકાત દરમિયાન જે દુકાનો ઉપર ગેરકાયદેસર હોવાનો આરોપ મૂકયો હતો એ દુકાનના ખરીદનારોઓ પણ તપાસના દાયરામાં આવી શકે એવું કાયદાના જાણકારોનું માનવું છે.
પ્રારંભમાં આ ઘટના સામે સવાલ ઊભો કરનાર જાગૃત નાગરિક અને પંચાયતના સભ્‍ય તેમજ હાલના ઉપસરપંચ અને ઈન્‍ચાર્જ સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડે સવાલદાર તરીકે ધારદાર રજૂઆત કરી હતી અને જેના પરિણામે આ ઘટના પોલીસ તંત્રની તપાસ સુધી પહોંચી છે હવે સવાલદારની ભૂમિકામાં સફળ થયેલા શ્રી કરસનભાઈ ભરવાડ હવે જવાબદારની ભૂમિકા છે ત્‍યારે એમની પાસે પ્રજાની અપેક્ષા વધુ હોય એમાં બે મત નથી. જે દુકાનોનું દસ્‍તાવેજથી વેચાણ કરવામાં આવ્‍યું છે એજમીનનો સર્વે નંબર સ્‍ટેશનના પૂર્વ ભાગમાં આવેલો છે અને જે સ્‍થળે શોપિંગનું નિર્માણ કર્યું છે એ જમીન સરકારી હોવાનો આરોપ બે મહિના પહેલા મૂકવામાં આવ્‍યો હતો અને ફરિયાદી તરીકે સ્‍થળ નિરીક્ષણ કરી રહેલા તાલુકા વિકાસ અધિકારીને પણ આ મુદ્દે અવગત કરવામાં આવ્‍યા હતા તેમ છતાં પણ આ પ્રકરણમાં તપાસ આગળ વધવા પામી નથી. જેના કારણે ગેરકાયદેસર નિર્માણ થયેલી શોપિંગની દસ્‍તાવેજથી ખરીદ કરનારાઓ સુરક્ષિત હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. આમ આ પ્રકરણમાં સોળસુંબા પંચાયતના ઉપ સરપંચ અને ઇન્‍ચાર્જ સરપંચ તરીકે જવાબદારી નિભાવી રહેલા શ્રી કરસનભાઈ ભરવાડ તટસ્‍થ તપાસ કરાવે એવી પ્રજામાં માંગ ઊભી થવા પામી છે.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકળ સલવાવમાં દિવાળી શુભેચ્‍છા મિટિંગ યોજાઈ

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

Leave a Comment