Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

વહેલી સવારે સર્જાયેલ અકસ્‍માતમાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા 1પથી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: મંગળવારની વહેલી સવારના સમયે બીલીમોરા ડેપોની એસટી બસ નં.જીજે-18-ઝેડ-3819 બીલીમોરાથીપીપલખેડ જઈ રહી હતી. તે સમય દરમ્‍યાન ખુડવેલ ગામે એલએમપી બસ સ્‍ટોપ (રેવા ફાર્મ) પાસે સવારના છ એક વાગ્‍યાના અરસામાં સામેથી આવતી વલસાડ ડેપોની ઉમરકુઈ-વલસાડ એસટી બસ નં. જીજે-18-ઝેડ-2604ના ચાલકે પોતાના કબ્‍જાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે હંકારી લાવી સામેથી અકસ્‍માત કરી દેતા બે એસટી બસો સામ સામે અથડાતા બીલીમોરા-પીપલખેડ મીની બસના કેબિનનો ભાગ ભુક્કો બોલી જવા સાથે આ મીની બસના ડ્રાઈવર વિજયભાઇ નારણભાઇ આહીર (રહે.કલવાડા, તા.જી.વલસાડ) કેબિનમાં ફસાઈ જતા પસેન્‍જરો અને સ્‍થાનિકોએ બહાર કાઢી 108 મારફતે આલીપોર હોસ્‍પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીલીમોરા પીપલખેડ બસમાં માત્ર એક જ પેસેન્‍જર હોય તેને સદ્‌નસીબે કોઈ ઈજા થઈ ન હતી. જ્‍યારે બસના કંડકટર બાલુભાઈને સામાન્‍ય ઈજા થઈ હતી. પરંતુ ઉમરકુઈ-વલસાડ બસમાં આશરે 15 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત થતા ચીખલી, રૂમલા અને ટાંકલ એમ ત્રણ જેટલી 108 દ્વારા ચીખલી સબ ડિસ્‍ટ્રિક હોસ્‍પિટલ તથા અન્‍ય ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વહેલી સવારમાં બનાવમાં સ્‍થળે ધારાસભ્‍ય નરેશભાઇ પટેલ ધસી આવી ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં ખસેડવા સાથે હોસ્‍પિટલમાં પણ તાત્‍કાલિક સારવાર શરૂ કરાવી હતી. ધારાસભ્‍યનરેશભાઈ પટેલ સતત ખડેપગે હાજર રહ્યા હતા.
બનાવ અંગેની ફરિયાદ બીલીમોરા-પીપલખેડ બસના કંડકટર બાલુભાઈ ભીખાભાઈ પટેલ (રહે.ધેજ ભરડા ભગત ફળીયા, તા.ચીખલી) આપતા પોલીસે ઉમરકુઈ-વલસાડ બસના ડ્રાઇવર હિતેશ મગનભાઈ આહીર (રહે.અટક પારડી, તા.પારડી જી.વલસાડ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્‍માતના બનાવમાં વલસાડ ડેપોની પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી બહાર આવવા પામી છે. બસનો ચાલક હિતેશભાઈના જણાવ્‍યાનુસાર બનાવમાં સ્‍થળે ઝાડ હોવા સાથે સ્‍ટેયરિંગ પકડાઈ જતા અકસ્‍માત સર્જાયો હતો. આ માટે ગત મહિનામાં તેમણે ડેપોમાં એન્‍ટ્રી કરાવી સ્‍ટેયરીંગ પકડાઈ જવા સાથે ગાડી લપેટા મારતી હોવાની ફરિયાદ કરી હતી. ત્‍યારે ડ્રાઈવરની ફરિયાદનું યોગ્‍ય નિરાકરણ કર્યા વિના જ બસને રૂટ પર મોકલી દેવાઈ હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે. સાથે એસટી અમારી સલામત સવારીના પણ ધજાગરા ઉડી જવા પામ્‍યા હતા.
ખુડવેલમાં અકસ્‍માતના સ્‍થળે નડતરરૂપ ઝાડ દૂર કરવા અંગે તલાટી અને સરપંચ પતિના વિરોધાભાષી નિવેદનો આવવા સાથે ગોળ ગોળ જવાબ આપ્‍યા હતા. ચીખલી-ફડવેલ-ઉમરકુઈ માર્ગ ઉપર ખુડવેલ ગામે અકસ્‍માતના સ્‍થળે માર્ગની બન્ને બાજુના ઝાડો નડતરરૂપ હોય તેને દૂર કરવા માટે ઠરાવ કરી તલાટી દ્વારા લેખિતજાણ ઉપલી કચેરીએ કરી હોવાનું સરપંચ પતિએ જણાવતા આ અંગે તલાટીનો સંપર્ક કરતા તેમણે ઠરાવ કરેલો પણ આ અંગે કોઈ ઉપલી કચેરીએ લેખિત જાણ ન કરી હોવાનું જણાવ્‍યું હતું. બાદમાં સરપંચ પતિએ ફોરેસ્‍ટરને અરજી તેમણે પોતે આપી હોવાનું જણાવ્‍યું હતું. ત્‍યારે આ નડતરરૂપ ઝાડો દૂર કરવા માટે ગ્રામ પંચાયતને ગંભીરતા ન હોય તેમ લાગી રહ્યું છે.
વલસાડના ડેપો મેનેજર અનિલભાઇ અટારના જણાવ્‍યાનુસાર બસમાં કોઈ તકલીફ હોય તો ડ્રાઇવર હેડ મિકેનિકને લખાવી લોગ બુકમાં એન્‍ટ્રી કરવાની હોય છે. ત્‍યારે અકસ્‍માતવાળી બસના ડ્રાઈવરની સ્‍ટેયરીંગ ફિટ થવા સાથે બસ લપેટા મારતી હોવાની વાતમાં અમારે લોગ બુક અને રજીસ્‍ટર ચેક કરવું પડશે કે તેમણે શું લખાવ્‍યું હતું.
તસ્‍વીર દીપક સોલંકી ચીખલી

Related posts

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

સેલવાસ ગાયત્રી મંદિર ખાતે તર્પણવિધી કરાઈ

vartmanpravah

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment