ધારાસભ્ય પાટકર સહીત રાજકીય સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: આજરોજ તા.4 ડિસેમ્બરે ચણોદ આંબેડકર નગર ખાતે પ્રખર આંબેડકર વાદી, ગરીબ-કચડાયેલા વર્ગનાં મસીહા સ્વ.ભીમરાવ કટકેજીની પ્રાર્થનાસભામાં સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર, ભાજપ આર્થિક સેલનાં વલસાડ જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ,શ્રી સિદ્ધિવિનાયક સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી, ચણોદ કોલોનીના ચેરમેન ઉદયસિંહ ઘોરપડે, સિદ્ધનાથ પબ્લિક સ્કૂલનાં ચેરમેન બીમરાવ રૂપનર, વિઠ્ઠલ ખેરાત, અનંતરાવ બેટગે, રવિભાઈ સુરાવડે, દિલીપભાઈ પાટિલ, વિજય પગારે વિગેરે ઉપસ્થિત રહી દિવંગત આત્માને શાંતિ મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી.
ભીમરાવ કટકેજીનાં પરિવારજનોને ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરજીએ સાંત્વના આપી હતી.