October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: આજરોજ તા.25/09/2024 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામે કસાડ ફળીયા ખાતે આંગણવાડી કેન્‍દ્રનું લોકાર્પણ ગામના વડીલો પંચાયત સભ્‍યોશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામના કસાડ ફળીયા ખાતે આંગણવાડી કેન્‍દ્ર અંદાજિત રકમ 6,57,900/- નું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં ગામના 22 બાળકોને જેઓ ઓટલાયે બેસીને શિક્ષણ લેતા હતા એ બાળકોને હવે વેસવાની પૂરતી સુવિધા મળશે.
લોકાર્પણ વખતે ગામના ડેપ્‍યુટી સરપંચ શ્રી વિલિયમભાઈ, માજી સરપંચશ્રી નવીન પવાર, સભ્‍યશ્રીઓ ઉમેદ પટેલ, જયેશ પટેલ, મહેન્‍દ્ર પટેલ, મગન પટેલ, નયન પટેલ, તાલુકા પંચાયતમાંથી શણૂફુત વિભાગનાજ્‍યોતિબેન ટંડેલ, ગામના વડીલશ્રી રમણભાઈ, આગેવાનો લાલાભાઈ, વિપુલ પવાર, સભ્‍યશ્રી હરિભાઈ, આંગણવાડી વર્કર વૈશાલીબેન, હેતલબેન, દીપિકાબેન, સુપર વાઇઝર કલાબેન, અને ભાઈઓ અને બહેનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

Related posts

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment