October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવાપીસેલવાસ

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના ખેડપા ગામમાં મુખ્‍ય ઉપર મહારાષ્ટ્રના મોટરસાયકલ સવાર સામ સામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળ પર જકમકમાટીભર્યા મોત થયા હતા જ્‍યારે બે વ્‍યક્‍તિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થતાં તેઓને સારવાર અર્થે તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ખેડપા ગામે અનિલભાઈ ખાંજોડિયાના ઘર નજીક સાંજના સમયે કમોસમી વરસેલા વરસાદમાં વાહનોની આવન-જાવન ચાલુ હતી તે દરમિયાન સામસામે જઈ રહેલ બે બાઈક સવારનું બેલેન્‍સ ખોરવાતા જોરદાર રીતે ટકરાયા હતા અને તેઓ રસ્‍તા ઉપર જોરથી પટકાયા હતા. આ ઘટના જોતા ગામના લોકો તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં બે યુવાન (1)વિલાસ ગુના સાપટે (ઉ.વ.47) રહેવાસી- દાભેરી, મૂલગાંવ, મહારાષ્ટ્ર અને(2) ભરત ધાકલ નાગડે (ઉ.વ.27) રહેવાસી દાભેરી, મૂલગાંવ જે બન્નેના ઘટનાસ્‍થળ ઉપર જ કરૂણ મોત થયા હતા. આ બાઈક ઉપર બે મહિલા સવાર હતી જેમાં (1) મંગલા વિલાસ સાપ્‍ટે (ઉ.વ.42) રહેવાસી દાભેરી જેને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ અને બીજી મહિલા અનુશ્‍યા લક્ષીમન ગોતરના (ઉ.વ.50) રહેવાસી દાભેરી, મુલગાંવ જેમને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે.

Related posts

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment