Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

મહિલાની ફરિયાદના આધારે પોલીસે નિવેદનો લીધાઃ માર મારવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી પાલિકાના ડુંગરા વોર્ડ નં.5 કોંગ્રેસના સભ્‍યએ તેની બિલ્‍ડીંગમાં રહેતી મહિલા અને તેમના માતા-પિતાને માર મારતાં મામલો બિચકયો હતો. મહિલાએ ડુંગરા પોલીસ સ્‍ટેશમાં લેખિત ફરિયાદ આપતાં પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. પાલિકાના સભ્‍યએ માર મારવાના સીસીટીવી ફુટેજ પણ વાઇરલ થયાં છે.
વાપીના ડુંગરા ડુંગરી ફળિયા સ્‍થિત શિવ સાંઇ રેસીડેન્‍સી બિલ્‍ડીંગ રૂમ નં. એ-304માં સીમા રામચંદ્ર યાદવ રહે છે. ડીવાયએસપી અને ડુંગરા પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદમાં જણાવ્‍યું હતું કે વાપી પાલિકાના સભ્‍ય દિનેશ હરીહરપ્રસાદ અમારી બિલ્‍ડીંગમાં રહે છે. જેઓ છેલ્લા ઘણાં સમયથી મને અને મારા પિતા રામચંદ્ર યાદવ સાથે અદાવત રાખી હેરાન પરેશાન કરે છે. ઘરની બહાર નિકળતા અમને અહીંથી ભગાડીને જ રહીશું એવી ધમકી આપે છે. અગાઉ મારા પિતાને માર મારી ખોટી ફરિયાદ કરતાં ડુંગરા પોલીસ મથકમાં અટક થઈ હતી. રામચંદ્ર યાદવ વોચમેનને વાહન સાઇડ ઉપર રાખવા માટે વાતચીત કરી રહ્યા હતાતે દરમિયાન દિનેશ પ્રસાદના ઘરે રહેતા અમિત યાદવ, અંગત પ્રસાદ મારા પિતાને માર મારવા લાગ્‍યા હતા. માતા પિતાને બચાવવા જતાં દિનેશ હરિહરપ્રસાદ લાકડો લઈ આવી સીમા યાદવ, તેમની માતા અને પિતા રામચંદ્ર યાદવને લાકડાથી માર માર્યો હતો. એટ્રોસિટીના જુઠ્ઠા કેસમાં અંદર કરાવી ધમકી આપી હતી. સીસીટીવી ફુટેજ પુરાવા રજૂ કરી આરોપીની ધરપકડની માગ કરી હતી.

Related posts

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

જિલ્લાના ધરમપુર વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્‍પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્‍હી જવા રવાના

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

Leave a Comment