Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી-દાનહને સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રેરિત કરવા રાષ્‍ટ્રપતિના હસ્‍તે મળેલ એવોર્ડશિલ્‍ડ સમર્પિત કર્યો

દાનહના જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ સેલવાસ -આરડીસી અને રેડ ક્રોસ સોસાયટીના સચિવ ચાર્મી પારેખની સાથે સન્‍માનિત શિલ્‍ડની પ્રશાસકશ્રીને કરેલી પ્રસ્‍તુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.27 : આજે દાદરા નગર હવેલીમાં જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર અને ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી-દાનહના સચિવ સુશ્રી ચાર્મી પારેખને રાષ્‍ટ્રીય સ્‍તર પર સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રેરિત કરવા અને પ્રતિ લાખ વસતી ઉપર સૌથી વધુ સંખ્‍યામાં રક્‍ત યુનિટ એકત્ર કરવા માટે ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના કરકમળે મળેલ શિલ્‍ડ અને પુરસ્‍કાર પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સમર્પિત કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ રેડ ક્રોસ સોસાયટીએ સંઘપ્રદેશ અને તેની આજુબાજુના વિસ્‍તારોમાં રક્‍તની આવશ્‍યકતા પૂર્ણ કરવામાં ખુબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રેડ ક્રોસ સોસાયટી દાનહએ સચિવ સુશ્રી ચાર્મી પારેખના નેતૃત્‍વમાં વર્ષ 2021-’22માં રક્‍તદાન શિબિરોના માધ્‍યમથી સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓથી 8437 યુનિટ રક્‍ત એકત્રિત કર્યું હતું. જે કોઈપણ રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિ લાખ જનસંખ્‍યા ઉપર સૌથી વધુ છે.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

દમણ પોલીસે ગુમ થયેલા સગીર છોકરાને થોડા કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધો

vartmanpravah

Leave a Comment