October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી પોલીસ મથકના પી.આઈ. બી.જે. સરવૈયાના સૂચના અને માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્‍સ્‍ટેબલ અરુણ યાદવને ખડકી નેશનલ હાઈવે સ્‍થિત આવેલા એક ભંગારના ગોડાઉનમાંથી ટેમ્‍પો નંબરજીજે-15-ટી-0164 માં લોખંડના જાડા સળિયાનો જથ્‍થો ભરી સગેવગે થઈ રહ્યો હોવાની બાતમી મળતા તેઓએ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી બાતમી નંબર વાળો ટેમ્‍પો ઝડપી પાડ્‍યો હતો. જેમાં લોખંડના જાળા 420 કિલો સળિયા જેની કિંમત રૂા.12600 મળી આવતા ચાલક પ્રદીપ સુરેન્‍દ્ર પ્રતાપસિંગ ઉ.વ.44 રહે.પરિયાની પૂછપરછ કરતાં આ ટેમ્‍પોમાં સળિયા ભંગારના ગોડાઉન માલિક રામ લોચન સીતારામ ગુપ્તા ઉ.વ. 52 રહે.ખડકી એ ભરી આપી પરિયા ગોડાઉનમાં લઈ જવા કહ્યું હોવાનું પોલીસને જણાવતા પોલીસે ચાલક અને ભંગારના ગોડાઉન માલિક પાસે આ સળિયા બાબતે બિલ અથવા કોઈ પુરાવા માગ્‍યા હતા જે સામે આ બંને વ્‍યક્‍તિએ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી પુરાવા રજૂ ન કરતા આ સળિયા ચોરી અથવા છળકપટથી મેળવ્‍યા હોવાની શંકા આધારે ટેમ્‍પો અને સળિયા મળી પારડી પોલીસે 2.13 લાખનો મુદામાલ કબજે લીધો છે. અને પારડી પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ સળિયા રેલ્‍વે અથવા એલ એન્‍ડ ટીની સાઈટ પરથી ચોરાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્‍યારે પારડી પોલીસ સત્‍ય હકીકત બહાર ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

vartmanpravah

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

Leave a Comment