July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

વડાપ્રધાન વાપીમાં આવાસ યોજનાના લાભાર્થી સાથે વર્ચ્‍યુઅલ સંવાદ પણ કરશે

જિલ્લાના 99 ગામોના લાભાર્થીઓને મળશે પોતાનું ઘર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍ય સરકારના નેતૃત્‍વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિ તેમજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેઆજે 10 ફેબ્રુઆરી, 2024ના રોજ કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારની અમલીકળત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્‍યના 33 જિલ્લાઓમાં અંદાજિત 1,27,000 આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત આજરોજ વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્‍તારોના કુલ 327 ગામોમાં 4932 જેટલા આવાસોનું પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. વાપીના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે વન ટુ વન સંવાદ કરશે.
જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારો મુજબ 180 પારડી વિધાનસભા મતવિસ્‍તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી અને ધારાસભ્‍યશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે 29 ગામોના 336, 178 ધરમપુર વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ધરમપુર તાલુકામાં વનરાજ કોલેજની પાછળના મેદાન, બામટી ખાતે 99 ગામોના 2038, 179 વલસાડ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વલસાડની એપીએમસી માર્કેટ ધમડાચી ખાતે 40 ગામોના 309, 181 કપરાડા વિધાનસભા મત વિસ્‍તારમાંધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં કપરાડાના કોમ્‍યુનિટી હોલના મેદાન ખાતે 115 ગામોના 1634 તેમજ 182 ઉમરગામ વિધાનસભા મત વિસ્‍તારમાં ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં ઉમરગામના ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ ખાતે 44 ગામોના 615 મળી વિવિધ આવાસ યોજનાના કુલ 4932 આવાસોનું પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુઅલ લોકાર્પણ કરશે.

Related posts

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડની સરકારી પોલીટેકનિક કોલેજને NBA સર્ટીફીકેટ મળ્યું

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

Leave a Comment