June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી ધરમપુર જતી એમ્‍બ્‍યુલન્‍સને સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે ટક્કર મારી

ડ્રાઈવરનો ચમત્‍કારિક બચાવ થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: પારડીથી નિકળી ધરમપુર જવા નિકળેલ એમ્‍બ્‍યુલન્‍સને હાઈવે સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે ટક્કર મારી દેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જો કે અકસ્‍માતમાં કોઈની જાનહાની થવા પામી નહોતી.
ધરમપુર રાજમહેલ રોડ ઉપર આવેલ વેલેરી હોસ્‍પિટલની એમ્‍બ્‍યુલન્‍સ નં.જીજે 15 એ.વી. 0872 લઈને ચાલક પારડી અંગતકામ પતાવા ગયો હતો. કામ પતાવી પરત ફરતા વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી ઓવરબ્રિજ ઉપર આવતા કન્‍ટેનર નં.એમએચ 46 બીબી 5474 પ્રથમ ટ્રેક ઉપર આવી જતા એમ્‍બ્‍યુલન્‍સ સાથે ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. જો કે એમ્‍બ્‍યુલન્‍સનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્‍ત થયો હતો પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

વાપી ભડકમોરા અંબિકા જ્‍વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

Leave a Comment