Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24: આજે ‘વર્લ્‍ડ ઓરલ હેલ્‍થ વીક’ અંતર્ગત મોટી દમણ કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટરમાં દાંતના દર્દીઓને દાંતોની જાળવણી તથા સુરક્ષા અંગે તબીબી માર્ગદર્શન આપવામાં આવ્‍યું. આ દંત ચિકિત્‍સા માર્ગદર્શન શિબિરમાં ઓપીડીમાં ઉપ નિર્દેશક ડૉ. ઇવાન વાસ અને અન્‍ય દંત ચિકિત્‍સકોએ દર્દીઓને દાંતોની કાળજી તથા સાફસફાઈ બાબતે મહત્‍વની જાણકારી આપી હતી.
આ અવસરે દંત ચિકિત્‍સકોએ સમજાવ્‍યું હતું કે, બ્રશ પર ટૂથપેસ્‍ટ લગાવી બ્રશને હળવાશથી ઘસવો જોઈએ, જેથી પેસ્‍ટ બ્રશમાં અંદર સુધી જાય. ત્‍યારપછી ટૂથબ્રશને હળવા હાથે બે મિનટ ઊપર નીચે ફેરવી સાફ કરવા. સવારે જાગતાની સાથે અને રાત્રે જમ્‍યા પછી ટૂથપેસ્‍ટથી બ્રશ કરવો. ગુટખા, તમ્‍બાકુનાં સેવનથી દૂર રહેવું. તમ્‍બાકુ અને તમ્‍બાકુથી બનેલા ઉત્‍પાદોનાં સેવનથી મોઢામાં કેન્‍સર થઈ શકે છે. પોતે પણ ગુટખા, તમ્‍બાકુ છોડો અને બીજાઓને જો કોઈ તમાકુ પ્રોડક્‍ટનું સેવન કરતાં હોય તો તેમને પણ આ છોડવા માટે સમજવવા. બાળકોનાં દાંતોની સફાઈ અંગે પણ દંત ચિકિત્‍સકોએ સમણણ આપી હતી.
બાળકોનાં દાંતની સાફસફાઈ બાબતે દંત ચિકિત્‍સકોએ જણાવ્‍યું હતું કે બાળકોનાં દાંતોમાંસડો કે દુઃખાવો હોય તો તરત દંત ચિકિત્‍સકોને બતાવવા. દાંતોની કાળજી રાખવામાં આવે તો દાંત છેવટ સુધી સાથ નિભાવે છે.

Related posts

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment