January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

મહિલાઓને મહિલાલક્ષી બચત અને વીમા યોજનાઓ
સંદર્ભે અપાયું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.06: રાજ્‍ય સરકાર દ્વારા મહિલાઓની શક્‍તિને ઉજાગર કરી સ્‍વાવલંબી અને સ્‍વાભિમાની બને તેવા આશયથી આયોજિત નારી વંદન ઉત્‍સવ અંતર્ગત મહિલા જાગૃતિ શિબિર શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ બીલીમોરા ખાતે કરવામાં આવ્‍યુ હતું. આ શિબિરમાં નવસારી જિલ્લા રોજગાર કચેરીના શ્રી હેતલબેન પરમાર કરિયર કાઉન્‍સેલર અને પોસ્‍ટ વિભાગમાંથી શ્રી એચ. કે. પુરોહિત ઈન્‍સ્‍પેક્‍ટર ઓફ પોસ્‍ટ બીલીમોરા ઉપસ્‍થિત રહ્યા હતા.
મહિલા જાગૃતિ શિબિરમાં સીવણ કામની ટ્રેનિંગ લઈ રહેલી બહેનોને હેતલબેન પરમાર દ્વારા કરિયર કાઉન્‍સિલિંગની માહિતી આપવામાં આવી, શ્રી એચ. કે. પુરોહિત દ્વારા પોસ્‍ટ ખાતાની મહિલાલક્ષી બચત યોજનાઓ તેમજ વીમા યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક દ્વારા પીબીએસસી, ઓએસસીઅને વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્રોની માહિતી આપવામાં આવી હતી. 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન ટીમ દ્વારા 181 એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ વિશે અને 181ની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી તથા જિલ્લા કોર્ડીનેટર ડીએચઈડબલ્‍યુ દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Related posts

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

Leave a Comment