January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી જ્ઞાનધામ સ્‍કૂલમાં રવિવારે સાંજના ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગ ભારતીના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત એક પ્રમુખ બલવંતરાય પ્રજાપતિની આગેવાની હેઠળ જ્ઞાનધામ સ્‍કૂલમાં નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં લઘુ ઉદ્યોગ ભારતીનું ઉદ્યોગ પ્રતિનિધિઓનું સંમેલન રવિવારે યોજાયું હતું. આ પ્રસંગે નાણાંમંત્રીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગ એ અર્થતંત્રનું કરોડરજ્જુ છે. સરકાર લઘુઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા કટીબધ્‍ધ છે. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ બલવંતરાય પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગપતિઓ અફસરશાહીનો ભોગ બનતા રહ્યા છે. તેથી 29 વર્ષથી આ સંગઠનની સ્‍થાપના કરાઈ છે. જે લઘુ ઉદ્યોગકારોના હક્ક માટે તેમજ સરકારી વિભાગોની કનડગત માટે સદૈવ કાર્ય કરી રહેલ છે. દેશભરમાં 900 ઉપરાંત ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત વાપીના ઉદ્યોગકારો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

ચીખલીના થાલા ગામે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

vartmanpravah

Leave a Comment