Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

જિલ્લા પંચાયતની તમામ શાળાઓમાં સ્‍કાઉટ ગાઈડ ફરજિયાત છે: ડો. અપૂર્વ શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: આજે વિશ્વ સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપૂર્વ શર્મા, દાનહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને રાજ્‍ય કમિશનર સ્‍કાઉટ શ્રી જયેશ ભંડારીએ સંયુક્‍તપણે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવા સ્‍કાર્ફનું ઉદ્‌ઘાટન જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની કચેરીમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍યત્‍વે જિલ્લા પંચાયત રમતગમત સંયોજક અધિકારી અને સ્‍કાઉટ માસ્‍ટર શ્રી ઝાંખરીયા કાકવા, સ્‍ટેટ ઓર્ગેનાઈઝર કમિશનર સ્‍કાઉટ સુધાંશુ શેખર, ગાઈડ કેપ્‍ટન રૂબીના સૈયદ, સંયોગિતા સિંઘ, અનામિકા સિંઘ, બ્‍યુટી સિંઘ, પ્રાંજલ ઈંગ્‍લે અને મહિમા મિશ્રા હાજર રહ્યા હતા.
સૌપ્રથમ ગાઈડ કેપ્‍ટન રૂબીના સૈયદે ડો. અપૂર્વ શર્માને 2023-24નો લાલ અને આકાશી રંગનો અર્પણ કરાયેલો સ્‍કાર્ફ પહેરાવીને આ દિવસની સ્‍મૃતિ રૂપે ભેટ કરી ત્‍યારબાદ સંયોગિતા સિંહે ઘણા રાજ્‍યોની શિબિરોમાંથી મળેલા સ્‍કાર્ફ વિશે સમજ આપી હતી સાથે જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડનું પ્રતિક ચિન્‍હ માનવામાં આવે છે જે સ્‍કાઉટગાઇડની ઓળખ છે. સ્‍કાઉટ ગાઈડ એ વિશ્વના 206 દેશોમાં સૌથી વધુ ગણવેશધારી સંસ્‍થા છે, જે હંમેશા તેની શિસ્‍ત માટે જાણીતી છે.
આ પ્રસંગે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ ઉપ પ્રમુખ ડો. અપૂર્વ શર્માએ જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયતની તમામ શાળાઓમાં ટૂંક સમયમાં સ્‍કાઉટ ગાઈડ શરૂ થવા જઈ રહી છે, જેનાથી તમામ બાળકોમાં આત્‍મવિશ્વાસ, શારીરિક, માનસિક અને નૈતિક સ્‍વરૂપનો વિકાસ થશે. ત્‍યારબાદ શ્રી જયેશ ભંડારીએ પણ દાદરા નગર હવેલીમાં ચાલી રહેલ ભારત સ્‍કાઉટ ગાઈડની પ્રવૃતિઓની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, દાનહના સેવાકીય કાર્યમાં સ્‍કાઉટ ગાઈડ હંમેશા સહકાર આપેલ છે જે બદલ તમામ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડનો આભાર માને છે.

Related posts

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

Leave a Comment