Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

કોઈ રસ્‍તા પર પ્રથમ કબર બનાવવી, તેમાંથી જ સમયાંતરે મસ્‍જિદ ઉભી કરવી, અને તે જગ્‍યાને એ સમાજનું થાણું બનાવીને તોફાનોનું કારણ ઉભું કરવું એવો એમનો આશય રહેતો. આ પ્રકારના અતિરેકમાંથી જ દેશને વિભાજનનું દુર્ભાગ્‍ય સહેવું પડયું

(…ગતાંકથી ચાલુ)
સંઘની શાખાનો વિચાર કરતી વખતે ત્‍યાંની ઉપસ્‍થિતિ, વિવિધ કાર્યક્રમોમાં સહભાગ,સમયનું મહત્ત્વ, સંસ્‍કારિત જીવન, સામાજિક જવાબદારીની સભાનતા, વગેરે વિષયોનો સમાવેશ સામાન્‍ય રીતે થતો હોય છે. પરંતુ પુણેના સંઘમાં તો તેથી ઘણું વિશેષ હતું. આજે જે શબ્‍દ ઘણો જ પ્રચલિત છે એ સામાજિક સમરસતા ત્‍યાં સહજ હતી અને રાષ્‍ટ્રદ્રોહી શક્‍તિઓનો તેમની જ પદ્ધતિથી સામનો કરવાની તાકાત પણ તે સમયના પુણેના સંઘમાં હતી. પુણેનાં અનેક સંઘસ્‍થાનો પર રોજની ઉપસ્‍થિતિ 300ની આસપાસ રહેતી. આઠ દસ કલાકની મહેનત કર્યા પછી કોઈપણ કામ માટે, સમય કસમયે તત્‍કાળ તૈયાર રહેવાની તેમનામાં જાણે કે સ્‍પર્ધા જ રહેતી. પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું. કોઈ રસ્‍તા પર પ્રથમ કબર બનાવવી, તેમાંથી જ સમયાંતરે મસ્‍જિદ ઉભી કરવી, અને તે જગ્‍યાને એ સમાજનું થાણું બનાવીને તોફાનોનું કારણ ઉભું કરવું એવો એમનો આશય રહેતો. આ પ્રકારના અતિરેકમાંથી જ દેશને વિભાજનનું દુર્ભાગ્‍ય સહેવું પડયું. આ આક્રમણોની માનસિકતા જેને સમજાતી અને દેશનું દુર્ભાગ્‍ય દૂર કરવાની જેમની તત્‍પરતા હતી એવા સેંકડો યુવાનો સંભાજી શાખા, મહાદજી શાખા તથા હિંદુ તરૂણ મંડળમાં હતા. અત્‍યારે ‘કમાન્‍ડો’ શબ્‍દ સર્વપરિચિત છે. દરરોજ બાર કલાકનોવ્‍યાયામ અને પરિશ્રમનો અભ્‍યાસ ચાલુ રાખવો, અને પૂર્વ સૂચના વગર કોઈપણ કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવું એ જ કમાંડો શબ્‍દનો અર્થ થાય છે. કમાંડોની કાર્યવાહી ચાર પાંચ કલાક પહેલાં જ નક્કી થતી હોય છે. ક્‍યારેક તો કોઈ તૈયારી કરવા જેટલો સમય પણ મળતો નથી અને પ્રત્‍યક્ષ કાર્યવાહી તો ગણતરીની પળોમાં જ સમાપ્ત થઈ જતી હોય છે. પરંતુ એમાં અનેક વર્ષોના અભ્‍યાસ પછી પ્રાપ્ત થયેલી આક્રમણોનો અસરકારક જવાબ આપવાની ક્ષમતા હોય છે. આવા ‘કંમાડોઝ’ની સંખ્‍યા તે સમયે પુણેમાં ઘણી મોટી હતી. પાકિસ્‍તાનના નિર્માણમાં પીર અને દરગાહોએ શું ભાગ ભજવ્‍યો હતો એ સ્‍વતંત્ર અભ્‍યાસનો વિષય બની શકે છે. પરંતુ પુણેમાં તો આ વિષયનાં મૂળિયાં નખાવા જ ન દેવાં એવો નિヘય આ યુવાનોએ કર્યો હતો અને તેને માટે મોટી કિંમત પણ તેઓએ ચૂકવી હતી.
શ્રી વિનાયકરાવ આપ્‍ટે આ બધા સ્‍વયંસેવકોના આત્‍મીય હતા. કામ સારૂં હશે તો જ તેઓ સંમતિ આપશે અને કોઈપણ મુશ્‍કેલીમાં સહાયક બની રહેશે એવો બધાને વિશ્વાસ રહેતો. પુણેના હજારો પરિવારો સાથે સંપર્ક જાળવીને તેમનામાં આત્‍મવિશ્વાસ પ્રેરવો અને સંઘના સમાજસંગઠનના કાર્યમાં તેમને સહભાગી બનાવવા એ માટે તેમનો સતત પ્રયત્‍ન રહેતો. આ સંગ્રામમાં સામેલ થયેલા યુવાનોમાંથી કેટલાકને તો સશષા લડાઇનોજરાપણ ખ્‍યાસ ન હતો છતાં માત્ર આદેશના પાલન તરીકે કર્તવ્‍યબુદ્ધિથી જ તેઓ આમાં જોડાયા હતા. શ્રી ત્ર્યંબક ભટ્ટ અને શ્રી વિનાયકરાવની બેઠકમાં બન્નેએ પરસ્‍પરની ક્ષમતાનો અંદાજ મેળવ્‍યો. પુણેના આ પ્રવાસમાં જ તેઓ શ્રી સુધીર ફડકે અને વાકણકરને પણ મળ્‍યા. દાદરા નગર હવેલીના વિષયથી તો બધા પરિચિત હતા જ તેથી વિશ્વાસુ માણસો અને સાધનોની વ્‍યવસ્‍થા વિષે આ બેઠકમાં ચર્ચા થઈ. અન્‍ય એક મુલાકાતમાં તેઓ વાકણકર અને સુધીર ફડકેના સહકારી એવા બે યુવાનો નાના કાજરેકર અને રમણ ગુજરને મળ્‍યા. આ બન્ને યુવાનોએ સાતારાના છત્રપતિ રાજા શ્રી પ્રતાપસિંહ રાજે ભોંસલે સાથે અનેક સાહસિક અભિયાનોમાં ભાગ લીધેલો હતો. સાતારાની આસપાસ આવેલો મેડે, પંચગની, મહાબળેશ્વર તેમ જ મહાડ અને પોલાદપુરનો પ્રદેશ તેમનો જાણીતો હતો. મહારાષ્‍ટ્ર ગુજરાતની સીમા પર, સમુદ્રકિનારાથી 40-45 કિ.મી.ના અંતરે આવેલો દમણ અને દાદરા નગર હવેલીનો પ્રદેશ ઉપરોક્‍ત પ્રદેશ સાથે સામ્‍ય ધરાવતો હોવાથી આ બન્ને તેની ભૌગોલિક સ્‍થિતિ સમજી શકે તેમ હતા. ગીચ જંગલના પ્રદેશમાં, મૂશળધાર વરસાદ અને કાદવકીચડ વચ્‍ચે પોર્ટુગીઝ જેવા શત્રુનો સામનો કેવી રીતે કરવો તેનો ખ્‍યાલ તેમને આવી શકે તેમ હતો.
આ બધી મુલાકાતો પછી ત્ર્યંબક ભટ્ટ, સુધીર ફડકે અને નાના કાજરેકર ફરીએકત્ર થયા ત્‍યારે પુણેથી મળનારા પ્રતિસાદનો અંદાજ તેમને મળી ગયો હતો. હવે પછીનો તબક્કો શષાો અને ધન એકઠાં કરવાનો હતો. આમ તો દરેક કામમાં દરેકે મદદ કરવી એવો એક વિચાર હતો જ છતાં પ્રાથમિક આયોજન તરીકે આ કાર્યો માટે વ્‍યક્‍તિશઃ વિભાજન કરવામાં આવ્‍યું. ધન એકત્ર કરવાની જવાબદારી સુધીર ફડકે અને શસ્રોની જવાબદારી વાકણકરના ભાગે આવી. આ યોજના દાદરા નગર હવેલી પર સશષા ચઢાઈ કરવાની હતી પરંતુ દેશની સ્‍વતંત્રતા માટે શસ્રો યુદ્ધનો વિચાર સમાજમાં હજુ સ્‍વીકૃત થયો ન હતો, તેથી આ અભિયાન માટેની મદદ કેવી રીતે મેળવવી એ મુખ્‍ય સમસ્‍યા હતી.
શષાોની ખરીદી માટે કેટલા પૈસા જોઈએ તેનો ચોક્કસ અંદાજ કોઈને ન હતો, છતાં એકંદરે ખૂબ પૈસાની આવશ્‍યકતા રહેવાની હતી. એ માટે થોડીઘણી મદદ મેળવવાના હેતુથી શ્રી વિનાયકરાવ આપ્‍ટે ગોવા વિમોચન સમિતિના અધ્‍યક્ષ શ્રી જયંતરાવ ટિળકને મળ્‍યા, તથા આ યોજના અને તેની તૈયારીની વિગતવાર માહિતી તેમને આપી. શષાો માટે પૈસાની મદદ કરવા તો તેઓ રાજી હતા પરંતુ તે પહેલાં તેમણે પ્રત્‍યક્ષ શષાો જોવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી. તેમની આ ઇચ્‍છા તાત્‍કાલિક પૂરી કરવામાં આવી. શસ્ત્રાગારમાં રાખેલાં શસ્રો પ્રત્‍યક્ષ જોઈને સંતોષ થતાં જ તેમની મદદ મળી હતી.

(ક્રમશઃ)

Related posts

દમણ પોલીસે બંધ ઘરમાં ચોરીના ગુનામાં 03 આરોપીઓને વાપી રેલવે સ્‍ટેશનેથી ઝડપી પાડયા

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

સમસ્‍ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

Leave a Comment