Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકામાં ચોમાસુ ડાંગરની મોટાપાયે ખેતી થતી હોય છે. અને તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ ખેડૂતો કરતા આવેલ છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો સિંચાઈના અભાવે ઉનાળુ ડાંગરનો પાક લઈ શકતા નથી. ત્‍યારે આખા વર્ષના અનાજનો મદાર પણ ચોમાસાના ડાંગરના પાક ઉપર જ નિર્ભર હોય છે. સાથે પશુઓ માટે ડાંગરના પુળિયા પણ ઉપલબ્‍ધ થતા હોય ખેડૂતોને ઘાસચારાની પણ ચિંતા હોતી નથી.
ચાલુ સિઝને એકંદરે સારો અને પૂરતા પ્રમાણમાં માફકસર વરસાદ હોય તાલુકામાં ડાંગરનો મહત્તમ પાક સફળ રહ્યો હતો. અને ડાંગરનો પાક તૈયાર થઈ ને ખેતરમાં લહેરાઈ રહ્યો હતો. તે દરમ્‍યાન આખા માસમાં પણહાલે છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા વરસાદમાં ડાંગરના પાકને વ્‍યાપક નુકશાન થવા પામ્‍યું છે.
પવન સાથેના વરસાદમાં ઘણા ગામોમાં ડાંગરનો તૈયાર ઉભેલો પાક પડી જવા સાથે લપેટાઈ જવા પામ્‍યો છે. બીજી તરફ ઘણા ખેડૂતોએ કાપણી કરી નાંખી હતી તે પાક ખેતરમાં પાણી પાણી થઈ જતા પલળી જતા ખેડૂતોની સિઝનભરની મહેનત પર પાણી ફરી વળ્‍યું છે. બીજી તરફ ખેડૂતોએ બિયારણ, ખાતર, મજૂરી પાછળ કરેલ ખર્ચ પણ માથે પડવાની અને ઘણા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્‍થિતિ સર્જાઈ છે.
ઉપરોક્‍ત સંજોગોમાં સરકાર દ્વારા ડાંગરના પાકમાં નુકશાની અંગેનો જરૂરી સર્વે કરાવી જરૂરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ ખેડૂત વર્ગમાં ઉઠવા પામી છે.
ફડવેલના તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા વિસ્‍તારમાં ઘણા ખેડૂતો ડાંગરની કાપણી કરી નાંખી હતી અને તેવામાં છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી કાપેલો પાક પલળી જતા ખેડૂતોને ડાંગર અને પુળિયા બન્ને ગુમાવવાની નોબત આવી છે. અને ખર્ચ પણ વ્‍યર્થ ગયો છે. ત્‍યારે ખેતીવાડી શાખા દ્વારા જરૂરી સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે.

Related posts

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં યોગ સંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment