January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08
પોલીસ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા સદાય તત્‍પર હોય છે તે અનુસાર વાપી ટાઉન પોલીસમાં બલીઠાના એક યુવકે બોગસ ફોન કરીને પોલીસને દોડતી કરી હતી. યુવકે ફોન કરેલો કે કંપનીમાં ચૂંટણી દારૂની મહેફીલ ચાલી રહી છે. પોલીસ કંપનીમાં પહોંચી તો કંપનીમાં રજા હોવાથી કોઈ મહેફીલ જોવા મળેલી નહીં તેથી બોગસ ફોન કરનાર યુવકને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી ટાઉન પી.આઈ. બી.જે.સરવૈયા ઉપર ગત રવિવારે એક યુવાનનો ફોન આવ્‍યો હતો. યુવાને પોલીસને માહિતી આપી હતી કે આલોક કંપનીમાં ચૂંટણીલક્ષી દારૂની મહેફીલચાલી રહી છે. તેથી પી.આઈ. સરવેયા સ્‍ટાફ સાથે કંપનીમાં રેડ કરવા દોડી ગયા હતાં. સ્‍થળ પર તપાસ કરતા જાણવા મળેલું કે રવિવાર છે તેથી કંપની બંધ છે. માત્ર સિકયોરીટી ગાર્ડ જ ફરજ પર હતો તેથી પોલીસને ખ્‍યાલ આવી ગયો કે ફોન બોગસ છે.પોલીસે નંબરવાળા સીમકાર્ડ આધારે બલીઠાના કોળીવાડમાં રહેતો હિતેશ નવીનભાઈ કોળીપટેલની ધરપકડ કરી આઈપીસી 89 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

વાપી મોરાઈ ટ્રાન્‍સપોર્ટ નગરમાં કનુભાઈ દેસાઈની સભા યોજાઈ : ટ્રાન્‍સપોર્ટ નગર વાપીને મળશે તેવી ઘોષણા

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

કોપરલીમાં આંગણાની જમીનનો ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્‍ચે લોહિયાળ બન્‍યો :એક મહિલા સહિત પાંચ હોસ્‍પિટલમાં

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment