Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

  • લાકડા વીણતી મહિલાઓને નજરે ચઢતા પોલીસને કરી જાણ

  • ત્રણ થી ચાર માસ અગાઉનું નરકંકાલ હોવાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: પારડી તાલુકા ના ગોઈમા ગામે ધામણ ફળિયામાં એક અવાવરૂ જગ્‍યામાં લાકડાં વીણવા ગયેલી મહિલાઓએ માનવ કંકાલ જોતા ગભરાઈ જઈ પારડી પોલીસને આ અંગે ની જાણ કરતા પારડી પોલીસે માનવ કંકાલ કબ્‍જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પારડી તાલુકાના ગોઈમા ગામે ધામણ ફળિયા ખાતે આવેલ મૈના ફાર્મની બાજુમાં આવેલા નોર્થ લખીમપુર ટ્રાન્‍સમિશન કંપનીની પાવર પ્રોજેક્‍ટની વિવાદાસ્‍પદ અવાવરૂ જગ્‍યા આવેલી છે. ત્‍યાંથી પસાર થતી નહેરનું પાણી નજીકમાં રહેતા ખેડુતો ઉપયોગમાં લેતા આવ્‍યા છે. સ્‍થાનિકોએ આ અવાવરૂ જગ્‍યામાં ઉગેલું ઘાસ બે-ત્રણ દિવસ અગાઉ સળગાવ્‍યાં બાદ આજરોજ ગામની મહિલા લાકડા વીણવા જતા આ અવાવરૂ જગ્‍યા માનવ કંકાલ જોતા તેમણે ગામના અગ્રણીઓને જાણ કરતાં ગામના અગ્રણી બ્રિજેશભાઈ, મિતેશભાઈ સહિતના લોકો ઘટના સ્‍થળે દોડી જઈ કંકાલ જોતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. પારડી પોલીસને આ અંગેની જાણ કરતાં પારડી પોલીસ મથકના પીએસઆઈ, આર. પી.ડોડીયા, ઉમેશ પટેલ સહિતની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ પોલીસે ઘટનાસ્‍થળે સરકારી દવાખાનાના ડોકટરોને બોલાવી આ માનવ કંકાલના શંકાસ્‍પદ હાલતમાં વેર-વિખેર પડેલા માથાની ખોપડી, હાથ પગના હાડકાં એક ચેઈન, પર્સ, બ્‍લેટ, પહેરેલો પેન્‍ટ કબજે લઈ મળેલ કંકાલની સાચી ઓળખ માટે સુરત ફોરેન્‍સિક લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ કંકાલ ત્રણથી ચાર માસ પહેલાનું હોવાનું હાલમાં અનુમાન લગાવાઈ રહ્યું છે અને હત્‍યા થઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ત્‍યારે ફોરેન્‍સિક રિપોર્ટ બાદ જ મામલો સ્‍પષ્ટ થશે.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment