January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને પિડીલાઈટ કંપનીના
સિનિ.વાઈસ પ્રેસિડન્‍ટ વચ્‍ચે કરાર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્‍ય શાખાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો પરથી આરોગ્‍યલક્ષી સેવાઓ નાગરિકોને આપવામાં આવે છે. જેને વધુ સુદઢ બનાવવાનાં હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ પિડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્‍ટ ડો.પી.કે.શુકલા સાથે પારડી તાલુકાના પરિયા ગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર માટે મેડિકલ સાધનો તથા સિવિલ વર્ક કામો માટે અંદાજીત કુલ રૂ.12.61 લાખ (મહત્તમ મર્યાદા)ના કરાર (એમઓયુ) કર્યા છે.
કરાર મુજબ પિડીલાઇટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ દ્વારા કંપનીના સીએસઆર ફંડમાંથી પીએચસીમાં ઉપયોગી સાધનોની ખરીદી કરીઆરોગ્‍ય શાખાને પુરા પાડવામાં આવશે અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પરિયા ખાતે સિવિલ વર્ક પ્રિન્‍ટિંગ પણ સાથે પૂર્ણ કરી આપશે. આ કરાર મુજબ પુરા પાડવામાં આવનાર સાધનોની વિગતો જોઈએ તો રૂ.75 હજારના ખર્ચે લેબર બેડ, રૂ.15 હજારના ખર્ચે ફિટલ ડોપ્‍લર ટેબલ ટોપ, રૂ.2.80 લાખના ખર્ચે જનરેટર 5 ધ્‍ષ્‍, રૂ.60 હજારના ખર્ચે ઈ.સી.જી. મશીન, રૂ.23 હજારના ખર્ચે ફયુમીગેશન મશીન, રૂ.17 હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્‍ટ ટ્રોલી, રૂ.15 હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્‍ટ મોપ, રૂ.24 હજારના ખર્ચે ક્રેશ કાર્ટ ટ્રોલી, રૂ.16 હજારના ખર્ચે ઈન્‍સટ્રુમેન્‍ટ ટ્રોલી, રૂ.15 હજારના ખર્ચે જેનીટર કાર્ટ, રૂ.58 હજારના ખર્ચે ઓપરેશન થીયેટર લાઈટ, રૂ.4500ના ખર્ચે ઈ.એન.ટી. હેડ લાઈટ, રૂ.15 હજારના ખર્ચે ઓટોસ્‍કોપ અને રૂ.6,44,058ના ખર્ચે સિવિલ વર્ક પ્રિન્‍ટિંગ સાથે કરવામાં આવશે. આમ કુલ રૂ.12,61,558 ના ખર્ચે સાધનોની ખરીદી અને સિવિલ કામ કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

વાપી નગરપાલિકાની અંતિમ સામાન્‍ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી

vartmanpravah

Leave a Comment