Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

મચ્‍છરોના ઉપદ્રવના કારણે ડેંગ્‍યુ, મલેરિયા, ટાઈફોઈડની જેવી બિમારીઓમાં થઈ રહેલો વધારોઃ હોસ્‍પિટલ, ક્‍લિનિકોમાં દર્દીઓની લાગી રહેલી લાઈન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીમાં બદલાતી વાતાવરણના કારણે સાંજ થતાં જ મચ્‍છરોનો ઉપદ્રવ શઈ થઈ જાય છે. લાગતા-વળગતા તંત્ર દ્વારા સમય સમયે દવાઓનો છંટકાવ નહીં થતો હોવાને કારણે આ રીતની સમસ્‍યાનો સામનો જનતાએ કરવો પડે છે. દાનહ ઔદ્યોગિક પ્રદેશ હોવાને કારણે મોટી સંખ્‍યામા પરપ્રાંતીય કામદારો, મજૂરો રોજીરોટી માટે આવીને વસ્‍યા છે. જેના કારણે અહીં કાચા મકાનો અને ચાલીઓની સંખ્‍યા પણ મોટી સંખ્‍યામાં છે. જેનીમકાન માલિક અને ચાલ માલિકો દ્વારા પણ સાફ સફાઈ પર ધ્‍યાન નહિ આપવાને કારણે પણ મચ્‍છરોની ઉત્‍પત્તિ વધી રહી છે. મકાન અને ચાલીઓમાંથી નીકળતુ ગંદુ પાણીને ખુલ્લુ મુકી દેવાને કારણે પણ મચ્‍છરોમાં વધારો થઈ રહ્યો છે.
સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર દાનહ પ્રશાસન દ્વારા આવા લાપરવાહ મકાન અને ચાલ માલિકોને સાફ સફાઈ બાબતે ધ્‍યાન આપવા તાકીદ કરવી જોઈએ અને આરોગ્‍ય વિભાગે પણ કડકાઈથી દિશા-નિર્દેશ જારી કરી સમય સમયે મચ્‍છરજનિત દવાઓનો છંટકાવ નિયમિત રૂપે કરવો જોઈએ અને નગરપાલિકા દ્વારા ફોગિંગ પણ નિયમિત ચાલુ રાખવું જોઈએ.
સેલવાસ શહેર દેશની સ્‍માર્ટસીટીની સૂચીમાં સામેલ છે, પરંતુ હકીકતમાં હાલમાં પણ સેલવાસ શહેર સ્‍માર્ટ સીટી બનવાથી કોસો દૂર છે. જેમાં ગટરોની લાઈન ગંદકીથી જામ છે, લગભગ 6 ફૂટની ગટરમાં ત્રણ ફૂટ ઊંડાઈ સુધી ગંદકી જામેલી છે જેના ઉપરથી ગંદુ પાણી વહેતુ જોવા મળે છે અને સફાઈ નહીં થવાને કારણે મચ્‍છરોનો ઉપદ્રવ શહેરમાં વધી રહ્યો છે. શહેરની ગટરો સીવરેજ લાઈનની પાસે થોડો સમય ઉભા રહો તો એવું નથી લાગતુ કે સ્‍માર્ટ સીટીમાં ઉભા છીએ. ગટરોની દુર્ગંધના કારણે વ્‍યક્‍તિ બિમાર પડી રહ્યા છે. શહેરમાં કેટલીક જગ્‍યા પર ગટરોની હાલત દયનીય થઈ ચુકી છે, ક્‍યાંક ઢાંકણો નથી તો કેટલીક જગ્‍યા પર ડિવાઈડરતૂટી ગયા બાદ ખુલી ગટર જોવા મળી રહી છે. તૂટેલી-ફૂટલી ગટરોના કારણે રખડતા ઢોર, નાના બાળકો પડી જવાની સંભાવના છે. જેથી સેલવાસ નગરપાલિકા અને સ્‍માર્ટસીટી લિ. અધિકારીઓ દ્વારા આ તરફ ધ્‍યાન આપવું જરૂરી છે.
બીજી તરફ વારંવાર કમોસમી વરસાદ પડવાને કારણે તાવ, શરદી, ખાંસીના કેસો સાથે વાયરલ ફીવરના કેસો પણ વધી રહ્યા છે. સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આરોગ્‍ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવે એવી માંગ છે.

Related posts

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

vartmanpravah

Leave a Comment