April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

28 વર્ષથી કરાટે ટ્રેનિંગ સાથે અનેક સિધ્‍ધિઓ હાર્દિક જોષી મેળવી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપીમાં સ્‍વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સાંસ્‍કૃતિક અને રંગારંગ કાર્યક્રમ 14 ઓગસ્‍ટના રોજ યોજાયો હતો. જેમાં વલસાડ જિલ્લાની જુદા જુદા ક્ષેત્રોની પ્રતિભાઓનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીના જાણીતા કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું પણ સન્‍માન કરાયું હતું.
હાર્દિક જોષી 1995 થી કરાટે ટ્રેનિંગનો પ્રારંભ માત્ર ત્રણ વિદ્યાર્થીઓ થકી કર્યો હતો. ત્‍યારબાદ આજદિન સુધી ત્રણ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને કરાટે ટ્રેનિંગ આપી ચુક્‍યા છે. જેમાં 500 ઉપરાંત બ્‍લેક બેલ્‍ટ માસ્‍ટર બનાવ્‍યા છે. તદ્દઉપરાંત સુરક્ષા સેતુ અંતર્ગત હજારો મહિલા-વિદ્યાર્થીઓને વિના મુલ્‍યે સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ હાર્દિક જોષી આપી રહેલા છે. અમેરીકામાં ગોલ્‍ડ મેડલ મેળવી ગુજરાત, ભારતનું નામ વૈશ્વિકસ્‍તરે ઉમળેલ છે. એક અનોખો વિક્રમ તેમના નામે છે. 151 મોટર કાર હાથ ઉપરથી પસાર કરી હતી. હાર્દિક જોષીની નોંધ તત્‍કાલિન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી પણલઈ ચૂક્‍યા હતા.

Related posts

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

સેલવાસ ન.પા. સી.ઓ. મોહિત મિશ્રા સમક્ષ સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ કરવા દાનહ સિવિલ સોસાયટીની રજૂઆત

vartmanpravah

Leave a Comment