Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

ડોર ટુ ડોર કચરો કલેક્‍શન કરી જૈવિક અને અજૈવિક કચરો
છૂટો પાડી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં તા.14મી સપ્‍ટેમ્‍બર થી શરૂ થયેલું ‘સ્‍વચ્‍છતા હી સેવા’ કેમ્‍પેઈન આગામી તા.2જી ઓક્‍ટોબર-2024 સુધી ચાલનાર છે. જેની થીમ ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” છે. જેનો ઉદ્દેશ્‍ય વલસાડ જિલ્લાને સ્‍વચ્‍છ બનાવવાનો છે. જે અંતર્ગત તા. 17/09/2024ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના કુલ-90 ગામોને સ્‍વચ્‍છ અને સુંદર બનાવવા માટે અતુલ ફાઉન્‍ડેશન અને વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં ધરમપુરના 37, કપરાડાના 25, પારડીના 5, ઉમરગામના 4 અને વલસાડના 19 મળી કુલ 90 ગામોમાં સ્‍વચ્‍છ ભારત મિશન-(ગ્રા) યોજનાનો પ્રચાર-પ્રસાર, ડોર ટુ ડોર કલેક્‍શન કરી જૈવિક અને અજૈવિકકચરો સેગ્રીગેટ કરી છૂટો પાડવો અને તે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની વ્‍યવસ્‍થા ગોઠવવાની કામગીરી કરવા માટે અતુલ ફાઉન્‍ડેશન સાથે પ્‍બ્‍શ્‍ કરવામાં આવ્‍યા છે. આ પ્‍બ્‍શ્‍ થી વલસાડ જિલ્લાના ગામોમાં ટકાઉ ઘન કચરા વ્‍યવસ્‍થાપનની વેલ્‍યૂ ચેઈનનું નિર્માણ કરવામાં આવશે.

Related posts

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

વાપી કોપરલી રોડ ઈસ્‍કોન મંદિર પાસે રોડ ઉપર રાતોરાત બમ્‍પર બનાવી દેતા ત્રિપલ અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

vartmanpravah

Leave a Comment