(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદભવન દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારને લગતા વિવિધ વહીવટી વિષયો અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન શ્રી અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ મૂલ્યવાન માર્ગદર્શન માટે સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે માન. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતા સાથે વલસાડ ડાંગની જનતા માટેની લાગણીઓ, સ્મરણો અભૂતપૂર્વ છે.