April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અને લાયબ્રેરીની મુલાકાત લેતા ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

ગ્રામ પંચાયતના વહીવટનું કરેલું પ્રત્‍યક્ષ નિરીક્ષણ અને લાયબ્રેરી નિહાળી ખુશ થયેલા વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19: દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ભામટીના વિદ્યાર્થીઓએ આજે દમણવાડા ગ્રામ પંચાયત અને લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.
ભામટીની પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયત દ્વારા થતા વહીવટની પ્રત્‍યક્ષ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એટલે ગામની સરકાર અને લોકશાહીનું પ્રથમ પગથિયું છે. ગ્રામસભામાં લેવાતા નિર્ણયો મુજબ ગ્રામ પંચાયત દ્વારા વાર્ષિક આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓએ દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની પણ મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રકારના પુસ્‍તકો નિહાળી ખુશી પણ વ્‍યક્‍ત કરી હતી. લાયબ્રેરીની નિયમિત મુલાકાતે આવવાનો પણ વિદ્યાર્થીઓએ પોતાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો. આ પ્રસંગે ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન બી. ટંડેલના નેતૃત્‍વમાં શ્રીમતી મનિષાબેન આર.ટંડેલ, શ્રીમતી આરતીબેન સોલંકી, શ્રી ચેતનભાઈ બોરસા તથા શ્રી ઉદયભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Related posts

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

વિદ્વાન ન્‍યાયાધીશનો આદેશ: નાની દમણના ભેંસલોર સંદીપ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ પાસે કારમાં કરવામાં આવેલ હત્‍યાના બંને આરોપીઓને ફરીથી 7 સપ્‍ટે. સુધીના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્‍ય રેલી નિકળી

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment