Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

પેસેન્‍જરની મુશ્‍કેલી, ચોરી, દારૂની હેરાફેરી જેવી સમસ્‍યાની
અધિકારીઓ સાથે સમિક્ષા કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: પશ્ચિમ રેલવે પોલીસ વિભાગના વડા આઈ.પી.એસ. સરોજકુમારીએ વાપી રેલવે સ્‍ટેશનની શનિવારે મુલાકાત લીધી હતી. વાર્ષિક ઈન્‍સ્‍પેકશન માટે પધારેલા સરોજકુમારીએ વર્ષ દરમિયાન પોલીસ દ્વારા થયેલી કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.
વાપી રેલવે સ્‍ટેશને વાર્ષિક ઈન્‍સ્‍પેકશન માટે પધારેલા સરોજકુમારીએ પોલીસની તમામ કામગીરી રૂબરૂ કરી હતી. અધિકારીઓ સાથે અહીંની સમસ્‍યાઓ અંગે ચર્ચા કરી હતી. પેસેન્‍જરને પડતી મુશ્‍કેલી, આ વિસ્‍તારમાં મોટા પાયે થતી દારૂની હેરાફેરી,ચોરીની ઘટનાના નિવારણ માટે તેમને જરૂરી સચના આપી હતી. બીજુ ખાસ વાપી રેલવે સ્‍ટેશન ઉપર ક્રાઈમની પેટર્ન અંગે તેમણે અભ્‍યાસ કર્યો હતો તેમજ પોલીસ કર્મચારીઓની રજૂઆત પણ પોલીસ વડાએ સાંભળી હતી. વાપી-વલસાડ વચ્‍ચે બે પ્રકારના ક્રાઈમ વધુ જોવા મળે છે. જેમાં મોબાઈલ અને સામાન ચોરી ખાસ છે. આ દુષણથી રેલવે પોલીસ પણ ક્‍યાંક ને ક્‍યાંક બદનામ થાય છે. તેથી ક્રાઈમના વધુ કેસ ડીટેક્‍ટ થાય તેના ઉપર તેમણે ભાર મુક્‍યો હતો. સ્‍ટેશન ઉપર પોતાના પોલીસ સ્‍ટેશન અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. જેનું નિરાકરણ લવાશે. આ પ્રસંગે પોલીસ દ્વારા ખાસ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

vartmanpravah

વાપી સેકેન્‍ડ ફેઈઝમાં આવેલ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment