Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

ચંચળબેન પટેલ અનુભવી ઠરેલ અને શિક્ષિત હોવાની સાથે દરેકને સાથે લઈને ચાલવાની નીતિ ધરાવતા હોવાથી આવતા દિવસોમાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજરાજકીય ક્ષેત્રે પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ પદેથી બુદ્ધિજીવી અને સાક્ષર એવા ડો. નાનુભાઈ પટેલે લીધેલી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ બાદ તેમના સ્‍થાને શ્રીમતી ચંચળબેન પટેલની સર્વ સંમતિથી નિયુક્‍તિ કરવામાં આવી છે.
શ્રીમતી ચંચળબેન પટેલ સ્‍વયં શિક્ષિકા હોવાના નાતે સમાજને એક તાંતણે બાંધવાની કોઠાસૂઝ અવશ્‍ય ધરાવે છે અને તેઓ કોળી પટેલ સમાજના ભિષ્‍મ પિતામહ ગણાતા પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના ધર્મપત્‍ની હોવાથી સમાજના રાજકારણથી પણ પરિચિત છે.
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે શ્રીમતી ચંચળબેન પટેલની પસંદગી 2024 લોકસભા ચૂંટણીના ટાંકણે થઈ હોવાથી તેમની જવાબદારીમાં પણ વધારો થવાનો છે. કારણ કે, દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડવા તેમની વિશેષ જવાબદારી રહેશે.
શ્રીમતી ચંચળબેન પટેલ અનુભવી ઠરેલ શિક્ષિત અને દરેકને સાથે લઈને ચાલવાની નીતિ ધરાવતા હોવાથી આવતા દિવસોમાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજ રાજકીય ક્ષેત્રે પણ પ્રદેશમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે : લુ લાગવાની શક્‍યતા

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment