(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના આમળી મંદિર ફળિયામાં ચાલીમાં રહેતી પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર રૂમની અંદર જ સાડી વડે ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેખા પટેલ (ઉ.વ.25) રહેવાસી મંદિર ફળિયા સેલવાસ જે એના પતિ સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી સવારે જ્યારે એનો પતિ કોઈક કામસર બહાર નીકળી ગયા બાદ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. તે સમયે સુરેખા ઘરમાં આવી સાડી વડે ફાંસો લગાવી લીધો હતો. થોડો વાર બાદ બાળકો ઘરમાં આવ્યા તો જોયું કે એમની મમ્મી પંખા સાથે લટકી રહી છે બાળકોએ તાત્કાલિક આજુબાજુવાળાને બોલાવ્યા બાદ એના પતિને ફોન કરી જાણ કર્યા બાદ 108એમ્બ્યુલન્સ બોલાવી હતી. સુરેખાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંના ફરજ પરના તબીબે એને મૃત જાહેર કરી હતી. સુરેખાના પતિના જણાવ્યા પ્રમાણે એમની પત્નીને માનસિક બીમારી હતી. પરંતુ અચાનક જ આવું પગલુંકેમ ભર્યું એની કંઈ ખબર જ ન પડી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા લાશનો કબ્જો લઈ પી.એમ. માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.