June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.25: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે દીવ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા દીવ કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલયમાં ફાયર સેફટીની તાલીમ અપાઈ, દીવ ખાતે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અનેક સ્‍કૂલોમાં ફાયર સેફટી અંગે તાલીમ આપવામાં આવે છે, આજરોજ પણ દીવ કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પ્રોફેસરોને આગ લાગે તે દરમિયાન કઈ કઈ બાબતનું ધ્‍યાન રાખવું, શોર્ટ સર્કિટ થાય કે સિલિન્‍ડર લીકેજથી લાગતી આગથી કઈ રીતે સુરક્ષિત રહેવું અને તે દરમિયાન શું શું કરવું વગેરે બાબત ફાયરના જીગ્નેશ શાહ દ્વારા સમજાવવામાં આવ્‍યું, ત્‍યારબાદ તેઓએ જણાવ્‍યું કે, આગ લાગે ત્‍યારે સૌ પ્રથમ ફાયરને ફોન કરવો ત્‍યારબાદ સુરક્ષા માટે શું કરવું તે જણાવ્‍યું તેઓએ પ્રેક્‍ટિકલ પણ ડેમો કરી વિદ્યાર્થીઓના હાથે આગ બુઝાવી સમજાવ્‍યું હતું. આ તાલીમ દરમિયાન દીવ ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓ તથા દીવકોલેજના પોલીટેકનિકના પ્રિન્‍સિપાલ નિતિન ગજવાની, પ્રોફેસરો, બુચરવાડા નવોદય વિદ્યાલયના શિક્ષકો તથા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

મતદાન જાગૃતિ માટે વલસાડમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી નિકળી

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

Leave a Comment