October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: વલસાડ એલસીબી ટીમના એએસઆઈ પ્રવિણ યાદવ, અ.પો.કો વિવેક ગઢવી, અને અ.પો.કો દશરથ ભરવાડ પેટ્રોલીંગમાં ફરતા હતા. આ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે પીકઅપ ટેમ્‍પોનં.જીજે-15-વાયવાય-2711 ને પારડી વલસાડી ઝાંપાના હાઇવે પર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટેમ્‍પોચાલક પોલીસને જોઈ પૂર ઝડપે ટેમ્‍પો હંકારી જતાં તેનો પીછો કરી પોલીસે ચંદ્રપૂર બ્રિજ નીચે અટકાવ્‍યો હતો અને ટેમ્‍પો ચેક કરતાં તેના હૂડના ભાગે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂની બોટલ નંગ 333 જેની કિંમત રૂા.41,625 મળી આવતા ટેમ્‍પો ચાલક તુલસારામ ઉર્ફે તુલસી ભીમારામ ચૌધરી ઉ.વ.33 રહે.વાપી ચલા અક્ષરા એપાર્ટમેન્‍ટની ધરપકડ કરી ટેમ્‍પો અને દારૂ મળી કુલ રૂા.2,42,125નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો અને આ દારૂ હેરફેરીમાં વાપી મોરાઈ રહેતો એકનાથ પાટિલ અને સુરત માંડવી રહેતો મહેશ ચૌધરીની સંડોવણી બહાર આવતા આ બંનેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

Related posts

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા વર્લ્‍ડ વાઈલ્‍ડ લાઈફ દિવસ નિમિત્તે કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ તાલુકા કક્ષાનો કલા ઉત્‍સવ ઉજવાયો, 119 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment