October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સેલવાસ પોલીસ લાઇનની સામે સોસાયટીમાં રહેતા યુવાને કોઈક અગમ્‍ય કારણોસર અગાસી ઉપર જઈ ઝેરી દવા ગટગટાવીને આત્‍મહત્‍યા કરી લેતાં ચકચાર મચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સમાધાન સોમેશ્વર પાટીલ (ઉ.વ.23) રહેવાસી પોલીસ લાઈનની સામે જોસેફ બિલ્‍ડિંગ અને લુહારી ખાતે કંપનીમાં નોકરી કરતો હતો. જે મોડી રાત્રે નોકરી પરથી નશાની હાલતમાં આવ્‍યો હતો અને પોતાના રૂમમાં જવાને બદલે સીધો જ ટેરેસ પર જતો રહ્યો હતો અને કોઈક કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેની સાથે રહેતા રૂમ પાર્ટનર જ્‍યારે સમાધાન પરત નહીં આવ્‍યો તો તેણે ટેરેસ ઉપર જઈને જોયું તો સમાધાન બેભાન હાલતમાં પડેલો હોવાનું જોતા તાત્‍કાલિક આજુબાજુ તેમજ પોલીસને ફોન કરી બોલાવ્‍યા હતા. પોલીસ ટીમ દ્વારા બેહોશ પડેલા સમાધાનને સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યોહ તો.
આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

Leave a Comment