(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્યમિક શાળામાં સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.8 થી 10 ના 32 બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા અને દરેક સ્પર્ધામાં 1 થી 5 નંબર મેળવનાર બાળકોને ઈનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ દીવ શિક્ષણાધિકારી શ્રી આર.કે. સિંઘ, દીવ એરપોર્ટ ડાયરેક્ટર નરેશ કુમારજી, પ્રભારી (સિવીલ) દિનેશકુમારજી, સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડાગોજી, શ્રી માનસિંગ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્ટાફનું સ્વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળબનાવવા શાળાના શિક્ષક વાજીદ, દિપેન, રમેશ, હરેશ, જ્યોતિ, વિજયા, મીતા, મારૂતિ, દિપીકા, રશ્મિ, હંસાબેન, વનિતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.