October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૯: રાજ્ય યુવક બોર્ડ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ- ૨૦૨૩ વાપીના ચલા ખાતે આવેલી સેન્ટ ફ્રાંસીસ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક “અ” વિભાગ ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, “બ” વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ સુધીના અને “ખુલ્લો” વિભાગમાં ૧૫ થી ૨૯ વર્ષ સુધીના વય જુથની સ્પર્ધાનું આયોજન થયું હતું. તાલુકા કક્ષાની ૧૫ કૃતિઓમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની ૧૮ કૃતિના સ્પર્ધકો અને જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગની કુલ ૩૩ કૃતિઓમાં કુલ ૫૩૫ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલા કલાકારો પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમમાં સેન્ટ ફ્રાંસીસ સ્કૂલના આચાર્ય નારાયણ કુટ્ટી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન એમ.જોષી, પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા શિક્ષકો, અને વિષય નિષ્ણાંતો હાજર રહ્યા હતા.

Related posts

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટીપર્પઝ સ્‍કૂલ ધો.10 અને 12 સીબીએસઈનું પરિણામ જાહેર

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment