(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્થળ ઉપર નિરિક્ષણ કરીને સમાધાન લાવવા માટે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું. તેમાં વીઆઈએ પૂર્વ પ્ર્રમુખ યોગેશભાઈ કાબરીયા, વીઆઈએ એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી મીલનભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ, ડી.વાય.એસપી શ્રી દવેસાહેબ, પી.આઈ જીઆઈડીસી ભરવાડ સાહેબ હાજર રહીને સ્થળ ઉપર નિરિક્ષણ કરીને સૂચન કરી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કહ્યું હતું.
