January 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
ચીખલી (વંકાલ), તા.1પ: આગામી 17 સપ્‍ટેમ્‍બરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસને લઈને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનના જન્‍મદિવસની ઉજવણી માટે તેમના ગણદેવી વિધાનસભા મત વિસ્‍તારના ચીખલી ગણદેવી સહિતના વિસ્‍તારોમાં 800 જેટલા બાળકોના પોસ્‍ટ ઓફિસમાં ખાતા ખોલવામાં આવ્‍યા છે અને પ્રથમ પ્રીમિયમ 250 રૂપિયા લેખે બે લાખ રૂપિયા જેટલી રકમ પણ તેમના દ્વારા જ ભરપાઈ કરવામાં આવી છે ચીખલી તાલુકામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ તેમના મદદનીશ ચેતનભાઇ ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ, મહામંત્રી શ્રી સમીરભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા સુકન્‍યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવવા સહિતની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી
સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં નાણાંકીય વર્ષમાં ઓછામાં250 રૂપિયા જમા કરાવવાના હોય છે આ ખાતામાંથી 50 ટકા રકમ છોકરીની ઉંમર 18 વર્ષની થાય પછી ઉચ્‍ચ અભ્‍યાસ અથવા લગ્ન માટે જરૂરિયાત હોય તો ઉપાડી શકાય છે પોસ્‍ટ ઓફિસની તમામ યોજનામાંથી આ યોજનામાં સૌથી વધુ વ્‍યાજ દર આપવામાં આવે છે મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા બાળાઓની કારકિર્દી ઘડતરમાં એક રૂપે મદદરૂપ થઈ વડાપ્રધાનના જન્‍મદિવસની ઉજવણી કરવાના અભિગમને સ્‍થાનિક આગેવાનોએ વધાવી લઈ બિરદાવ્‍યો હતો.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના દમણ ચેપ્‍ટર દ્વારા ત્રિ-દિવસીય સહજ સમાધી ધ્‍યાન અભ્‍યાસક્રમનું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment