(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના થાલા ગામે જયદીપ સિનેમા વિસ્તારમાં રહેતો ભીખુભાઈ બાબુભાઈ હળપતિ (ઉ.વ-42) જે ઘણા સમયથી દારૂનું સેવન કરવાની ટેવ હોય અને માનસિક રીતે બીમાર રહેતા જેની દવા પણ ચાલુ હતી. ત્યારે ગુરૂવારની બપોરના સમયે કોઈ કારણોસર ભીખુ હળપતિ ચીખલી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ મહિલા મંડળ હોલના દરવાજાની ગ્રીલ સાથે પોતાના શર્ટનો એક છેડો બાંધી બીજો છેડો ગળે બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા બનાવ અંગેની ફરિયાદ મરનારની બહેન કંચબેન મુકેશભાઈ હળપતિ (ઉ.વ-42) (રહે.કુકેરી વાસલી ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ હે.કો-સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/07/Suisait-At-near-chikhali-police-station-960x437.jpg)